વાહનની તોડફોડ, આગચંપીના ત્રણ આરોપીના રિમાન્ડની તજવીજ કરાતા પોલીસને કોર્ટની નોટિસ

જામીનપાત્ર ગુનામાં અર્નેસ્ટ કુમાર વિ.સ્ટેટ ઓફ બિહારના ચુકાદાનું પાલન ન કરવા બદલ તપાસ અધિકારીને કોર્ટે શોકોઝ નોટિસ આપી

સૈયદપુરામાં પથ્થરમારા બાદ કતારગામ દરવાજા પાસ

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News



વાહનની તોડફોડ, આગચંપીના ત્રણ આરોપીના રિમાન્ડની તજવીજ કરાતા પોલીસને કોર્ટની નોટિસ 1 - image

સુરત

જામીનપાત્ર ગુનામાં અર્નેસ્ટ કુમાર વિ.સ્ટેટ ઓફ બિહારના ચુકાદાનું પાલન ન કરવા બદલ તપાસ અધિકારીને કોર્ટે શોકોઝ નોટિસ આપી

     સૈયદપુરા વરીયાવી બજાર સ્થિત ગણપતિ પંડાલમાં કાંકરીચાળો કરી કોમી વાતાવરણ ડહોળવાના કારસા બાદ કતારગામ દરવાજા ખાતે વાહનોની તોડફોડ કરી આગચંપી કરવાના ગુના અંગે સંડોવાયેલા 80 લોકોના ટોળા પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.આજે બપોરે  આરોપીઓને જામીન પાત્ર ગુનાની કલમો હોવા છતાં ઈન્ચાર્જ કોર્ટમાં રિમાન્ડની પેરવી કરનાર તપાસ અધિકારીને કોર્ટે શો કોઝ નોટીસ પાઠવી આરોપીઓને શરતી જામીન મુક્ત કર્યા છે.

ગયા રવિવારે સૈયદપુરા વરીયાવી બજાર ખાતે ગણપતિ પંડાલમાં પથ્થર ફેંકવાના ઘટનાના પગલે કોમી એખલાસના વાતાવરણને ડહોળવાના પ્રયાસો વચ્ચે તંગ બનેલી પરિસ્થિતિના પગલે લાલગેટ પોલીસે ત્રણ અલગ અલગ ગુનાની ફરિયાદ નોંધી હતી.જેમાં કતારગામ દરવાજા પાસે પાર્ક કરેલા વાહનોને નુકશાન પહોંચાડીને આગ ચાંપવાના બનાવમાં 80 વધુ લોકોનો ટોળા વિરુધ્ધ ફરિયાદી કોન્સ્ટેબલ ચેતનસિંહ પરમારે લાલગેટ પોલીસમાં નોંધાવ્યો હતો.

જે ગુનામાં ગઈકાલે ચોકબજાર પોલીસે સીસીટીવી ફુટેજ તથા સોશ્યલ મીડીયામાં વાયરલ  વીડીયોને આધારે ઓળખ કરીને આરોપી દિનેશ રણછોડ પટેલ(રે.શ્રીજી એપાર્ટમેન્ટ, કુબેરનગર,કતારગામ) જયેશ  ઉર્ફે બન્નુ દિલીપભાઈ પટેલ (રે.વિષ્ણુનગર સોસાયટી, વેડરોડ) તથા મૂળ પશ્ચિમ બંગાળના વતની દેબાશિષ આનંદ ઘોષ(રે.કુબેરનગર ચોકી સામે, કતારગામ)ની ધરપકડ કરીને લાલગેટ પોલીસે સોંપ્યા હતા.

આજરોજ બપોરે વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપવાના  ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓને તપાસ અધિકારીએ ઈન્ચાર્જ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી.અલબત્ત મદદનીશ સરકારી વકીલે તપાસ અધિકારીને આરોપીઓ  વિરુધ્ધ બીએનએસની કલમ 189(1) 189(2) 190, 191(2) 324(4), 287, 324(5) તથા જીપી એક્ટ-135ના જામીન પાત્ર ગુનાની કલમો હોવા છતાં  રિમાન્ડ માંગવાની પેરવી સામે કાનુની જોગવાઈ પ્રત્યે ધ્યાન દોરીને રિમાન્ડ અરજી મુવ કરતાં અટકાવ્યા હતા.જેથી તપાસ અધિકારીએ રિમાન્ડ અરજી મુવ કરવાનું માંડી વાળ્યું હતુ.જો કે તપાસ અધિકારી દ્વારા બીએનએસ-287,324નો ઉમેરો કરવાનો રિપોર્ટ કર્યો હોવાની વિગતો સાંપડી છે.

અલબત્ત આરોપીઓ સામે જામીન પાત્ર ગુનાની કલમો હોવા અંગે સરકારી વકીલે નામદાર કોર્ટનું પણ ધ્યાન દોર્યું હતુ.જેથી કોર્ટે તપાસ અધિકારીને જામીન લાયક ગુનાની કલમો હોવા છતાં આરોપીઓને કોર્ટમાં કેમ લાવ્યા તે અંગે ખુલાશો પુછી સુપ્રિમ કોર્ટે અર્નેસ્ટ કુમાર વિ.સ્ટેટ ઓફ બિહારના પ્રસ્થાપિત કરેલા સિધ્ધાંત તથા માર્ગદર્શિકાનું પાલન  ન કરવા બદલ તપાસ અધિકારીને શો કોઝ નોટીસ  ફટકારી છે.જ્યારે ત્રણેય આરોપીઓને 10 હજારના શરતી જામીન પર કોર્ટે મુક્ત કરતો હુકમ કર્યા હોવાની વિગતો સાંપડી છે.

suratcourt

Google NewsGoogle News