ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરનારા આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ : પોલીસ હવે બનાવનું રીકન્સ્ટ્રક્શન કરશે
Vadodara Murder Case : વડોદરા નાગરવાડા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરનાર મુખ્ય આરોપીઓ સહિત પાંચને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓની વધુ પૂછપરછ માટે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરતા પોલીસે 10 દિવસના ડિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના સમય પણ નાગરવાડા વિસ્તારના અનેક લોકો ટોળે વળ્યા હતા અને આરોપીઓ પર હુમલો થાય નહીં તે માટે પોલીસે કડક બંદોબસ્ત જાળવ્યો હતો.
વડોદરા શહેરના નાગરવાડા મહેતા વાડીમાં જુગાર રમવા બાબતે થયેલા ઝઘડામાં રૂપિયા પરત લેવા ગયેલા વિક્રમ પર માથાભારે શખ્સ એવા બાબર હબીબખાન પઠાણે ચાકુથી હુમલો કર્યો હતો. વધારે ઘા મારવાનો પ્રયાસ કરતા યુવક પોતાની જાન બચાવવા માટે પોતાના વિસ્તારમાં ભાગ્યો હતો અને તેના મિત્રો વચ્ચે મળી જતા તેમને તમામ હકીકત જણાવી હતી. દરમિયાન તેની પાછળ વાઘેલા બાબરખાન પઠાણ સહિતના હુમલા કરો હથિયારો સાથે રસી આવ્યા હતા અને બે કોમ વચ્ચે સામસામે મારામારી તથા પથ્થરમારો થયો હતો. જેમાં અન્ય એક યુવક પણ ઘવાયો હતો. જેથી બંને મિત્રોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમાર તેમને જોવા માટે ગયો હતો ત્યારે ત્યાં બાબરખાન પઠાણને પણ પોલીસ સારવાર માટે લાવી હતી. પરંતુ પોલીસે તેના પર નજર નહીં રાખતા બાબરખાન પઠાણ ઇમર્જન્સીમાંથી બહાર નીકળી ગયો હતો અને કેન્ટીન પાસે ઊભેલા પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પર ઉપરાછાપરી ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતો. જેમાં સ્થાનિક પોલીસ સહિત પીસીબીડીસીબી એસઓજી ની ટીમ આરોપીઓને પકડવા કામે લાગી હતી અને પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આજે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આગામી દિવસોમાં આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનુ રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે.
વધું વાંચો : વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રના મર્ડર કેસ મોટી સફળતા, ફરાર બે આરોપી ઝડપાયા