Get The App

14 અઠવાડીયાના ગર્ભને ટર્મિનેટ કરવાની યુવતીની માંગને કોર્ટની મંજુરી

યુવકે લગ્નનું વચન આપી એકથી વધુ વાર શરીરસબંધ બાંધતા સગર્ભા બનેલી યુવતીની કુંવારી માતા તરીકેની પીડાને કોર્ટે ધ્યાને લીધી

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News


14 અઠવાડીયાના ગર્ભને ટર્મિનેટ કરવાની યુવતીની માંગને કોર્ટની મંજુરી 1 - image

સુરત

યુવકે લગ્નનું વચન આપી એકથી વધુ વાર શરીરસબંધ બાંધતા સગર્ભા બનેલી યુવતીની કુંવારી માતા તરીકેની પીડાને કોર્ટે ધ્યાને લીધી

    

સુરતમાં કાપોદરા પોલીસમાં હદ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતિને લગ્ન કરવાનું જણાવીને એકથી વધુવાર બળાત્કાર ગુજારી સગર્ભા બનાવનાર આરોપી યુવકથી રહેલા 14 અઠવાડીયાના ગર્ભને ટર્મિનેટ કરવાની પરવાનગી માંગતી ભોગ બનનાર યુવતિની અરજીને એડીશ્નલ સેશન્સ જજ અશ્વિનકુમાર કે.શાહે શરતી મંજુરી આપી છે.

કાપોદરા પોલીસ હદ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતિએ આરોપી યુવક સાથે પોતાની સગાઈની વાતચીત ચાલતી હોઈ તે દરમિયાન હું તારી સાથે લગ્ન કરીશ તેવું જણાવીને યુવકે એકથી વધુવાર શરીર સંબંધ બાંધતાં યુવતિ સગર્ભા બની હતી.પરંતુ ત્યારબાદ  આરોપી યુવકે લગ્નની કરવાની ના પાડીને વચન ફોક કર્યું હતુ.જેથી બળાત્કારના કારણે સગર્ભા બનેલી યુવતિએ 14 અઠવાડીયાનો અનવોન્ટેડ ગર્ભને પડાવી નાખવા માંગતી હોય કોર્ટ સમક્ષ પરવાનગી માંગતી અરજી કરી હતી.જેની સુનાવણી દરમિયાન ફરિયાદ અરજદાર તરફે એવી રજુઆત કરવામાં આવી હતી કે જો ભોગ બનનારને ગર્ભપાતની મંજુરી આપવામાં ન આવે તો તો આવનાર બાળક,અરજદાર તથા સમાજ પર વિપરિત અસર પડવા સાથે અપમાન થશે.

જે અંગે સરકારપક્ષે એપીપી તેજસ પંચોલીએ પ્રેગનન્સી ટર્મિનેટ કરવા અંગે તબીબી અભિપ્રાય રજુ કરી જણાવ્યું હતું કે ભોગ બનનાર મેડીકલી ફીટ હોઈ મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી(એમટીપી) પરફોર્મ થઈ શકે તેમ છે.જેથી વહેલામાં વહેલી તકે એમટીપી કરવા જણાવ્યું હતુ.જેથી કોર્ટે અરજદાર કુંવારી માતા બને તેની પીડાને ધ્યાને લઈને પીડીતાના વાલી,માતા પિતા તથા  ભોગ બનનારને જરૃરી ફોર્મમાં સહી સંમતિ મેળવી તેના સ્વાસ્થ્યને હાનિ ન થાય તે રીતે ગર્ભપાત કરવાની પરવાનગી આપી હતી.તદુપરાંત ગર્ભના ડીએનએ સેમ્પલ લઈને તપાસ અધિકારીએ રિપોર્ટ તપાસના કામે સામેલ રાખવા નિર્દેશ આ પ્યો છે.


suratcourt

Google NewsGoogle News