માંગરોળ રેપ કેસ: કોર્ટે આરોપી રામસજીવનના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, વોઇસ સ્પેક્ટોગ્રાફી કરાશે
Mangrol Rape Case: માંગરોળ ચર્ચિત સામૂહિક દુષ્કર્મ કેસના ત્રણેય આરોપીઓનું ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે ફરાર ત્રીજા આરોપીને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સુરત લઇ જવાયો હતો અને પછી આજે કોર્ટ સામૂહિક દુષ્કર્મ કેસના ત્રીજા આરોપી રામસજીવન ઉર્ફે રાજુને સુરત ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે ટેલિફોનિક વાતચીત સહિતના પુરાવા માંગ્યા હતા. સરકારી વકીલે વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
17 ઓક્ટોબર સુધી મંજૂર કર્યા રિમાન્ડ
સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીઓના કેટલાક એફએસલના પુરાવા તથા ઓળખ પરેડ તેમજ વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી કરવાની છે. આ ઉપરાંત મેડિકલ પુરાવા અને મોટરસાઇકલ અંગે પૂછપરછ કરવાની છે. હાલમાં આરોપીઓ વિરૂદ્ધ કેટલાક પુરાવા મળ્યા છે. ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેમણે 20થી વધુ ગુના કર્યા છે. જે અંગે પણ તપાસ કરશે. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જોકે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તન્વીરે દુષ્કર્મની વાત રેકોર્ડ કરી લીધી
આરોપીએ બાઇકના માલિક તન્વીર સાથે વાતચીત કરી હતી, અને દુષ્કર્મ આચર્યું હોવાની વાત કરી હતી. આ વાતચીતને તન્વીરે રેકોર્ડ કરી લીધી હતી. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ત્રણેય જણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. જેથી રિમાન્ડ દરમિયાન આરોપી રામસજીવન ઉર્ફે રાજુનો વોઇસ સ્પેક્ટોગ્રાફી કરવામાં આવશે. અને આ પોલીસ માટે એક મહત્વનો પુરાવો પણ છે.