Get The App

જામનગરમાં 2015માં થયેલી આંગડિયા પેઢી લુંટના આરોપીઓનો અદાલતે છુટકારો ફરમાવ્યો

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
જામનગરમાં 2015માં થયેલી આંગડિયા પેઢી લુંટના આરોપીઓનો અદાલતે છુટકારો ફરમાવ્યો 1 - image


Jamnagar : જામનગરમાં પ્લેન માર્કેટ વિસ્તારમાં સને 2015 માં થયેલી ચકચારી આંગડીયા પેઢી લૂંટ પ્રકરણના આરોપીઓનો જામનગરની સેસન્સ અદાલતે છૂટકારો ફરમાવ્યો છે. 

આ કેશની હકીકત એવી છે કે, ગત તારીખ 20/01/2014 ના રોજ ફરીયાદી મનોજભાઈ દવારકાદાસભાઈ પોપટ જામનગરમાં ગ્રેઈનમાર્કે પાસે બારદાનવાલા રોડ પાસે આવલી નિલમ ચેમર્બ્સમાં પહેલા માળે આવેલ પી.એમ.એન્ડ કંપની આંગડીયા પેઢીમાં બપોરે આશરે 3 થી 3.30 વાગ્યા આસપાસ હાજર હતા.

 જે દરમિયાન બે અજાણ્યા માણસોએ ઓફીસની અંદર પ્રવેશ કરી એક જણાએ ફરયાદીના મોઢા પર મરચાની ભૂકી છાંટી બંન્ને ભૂંડી ગાળો આપી પછાડી દઈ તારી પાસે જે હોઈ તે આપી દે, તેમ કહી છરી જેવા હથીયાર વડે ફરીયાદીના ગાલપર એક ધા તથા આંગળી પર એક ધા મારી પછાળી દીધા હતા.

આથી તેઓને લોહી નીકળવા લાગ્યું હતું, અને બંન્નેએ ખાના માથી આશરે 9.30 લાખ જેટલા રૂપિયા થેલામાં ભરલા અને ઓફીસમાં આવેલ ચા વાળાને ધમકાવી અને સાઈડમાં બેસાડી દીધો હતો. ઉપરાંત ઓફીસની બહાર જતાં અન્ય સાહેદ આવેલો, તેને પણ બીભત્સ ગાળો આપી. જતા રહયા હતા.

જે વિગત સાથેની ફરીયાદ આપતાં જામનગર સીટી બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા.20/01/2014 ના રોજ આઈ.પી.સી કલમ 120 (બી), 394, 452, 504, 34 તથા જી.પી. એકટની કલમ 135(1) મુજબન ગુનો નોંધવામાં આવ્યો હતો. જેના અનુસંધાને દેવેન નારણભાઈ જોશી તથા કીશનભાઈ ભરતભાઈ જોશી શહીતના ચાર આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હતી, અને તેઓનું ચાર્જસીટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ આઈ.પી.સી કલમ 397નો ઉમેરો કરવામાં આવ્યો હતો.

ઉપરોકત કેસ ચાલવા પર આવતાં સરકાર તરફે પોતાનો કેસ સાબીત કરવા માટે કુલ 26 સાહેદો તથા 25 અલગ-અલગ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. અને પુરાવો પૂર્ણ થતાં સરકાર તરફે પોતાનો કેશ સાબીત થયેલ છે, તેમ રજુઆત કરીને આરોપીઓને મહતમ સજા ફરમાવવા અરજ કરી હતી. તેમજ આરોપીઓ તરફે એવી દલીલો કરવામાં આવેલ કે, મુળ ફરીયાદીના નીવેદનમાં મહત્વના વિરોધાભાષ છે અને મામલતદાર રૂબરૂ કરવામાં આવેલી ઓળખપરેડની કાર્યવાહી પણ સાહેદોના નીવેદનો ધ્યાને લેતા શંકાસ્પદ જણાય છે. 

આરોપીઓને ગુનાના કામે સંડોવી શકાય તેવો કોઈ સચોટ પૂરાવો ફરીયાદ પક્ષે રજુ થયેલો નથી, અને ફરીયાદપક્ષ પોતાનો કેશ શંકારહીત શાબીત કરી શકેલ હોવાનું માનીશકાય નહી અને આરોપીઓને છોડી મુકવા રજુઆત થઈ હતી. બંન્ને પક્ષોની દલીલો અને મૌખીક અને દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ અને બચાવ પક્ષની દલીલો ગ્રાહય રાખી જામનગરના પ્રીન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એન.આર.જોશી દ્વારા આરોપીઓને છોડી મુકવા હુકમ કરેલ છે.



Google NewsGoogle News