ડભોઇ રોડ પર નાસ્તાની લારી ચલાવતા દંપતીનો રિક્ષા ડ્રાઇવર પર હુમલો

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
ડભોઇ રોડ પર નાસ્તાની લારી ચલાવતા દંપતીનો રિક્ષા ડ્રાઇવર પર હુમલો 1 - image


Image Source: Freepik

ડભોઇ રોડ અનસોયા નગરમાં રહેતો રિક્ષા ડ્રાઇવર રિતેશ  સુરેશભાઈ પટેલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈ 13મી તારીખે મારી સાસુ પારૂલબેન ગોહિલનું બીપી વધી જતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ગઈકાલે રાત્રે 10:00 વાગે હું તથા મારા પત્ની તથા બંને દીકરીઓ મારા સાસુને ખબર જોવા માટે ગયા હતા. હોસ્પિટલની સામે ઈંડાને લારી પર હું ઈંડા લેવા ગયો ત્યારે ઈંડાની લારી પર એક પુરુષ તથા સ્ત્રી ઉભા હતા લારીવાળા ભાઈને મેં કહેલ કે બોઈલ ઈંડા ગરમ કરીને આપ તારે તેને કહ્યું કે એક ઈંડાના રૂપિયા 40 થશે આટલા બધા રૂપિયા થોડા થતા હોય તેવું કહેતા લારીવાળા ભાઈ મારા પર ઉશ્કેરાઈ ગયા હતા અને મને ગાળો બોલી તે તથા તેની પત્નીએ મારી સાથે જપાજપી કરી હતી લારીવાળા ભાઈએ લારીમાંથી ચપ્પુ લઇ મને માથાના પાછળના ભાગે તથા હાથ પર અને મોઢા પર તથા જમણા પગની આંગળી પર ઇજા પહોંચાડી હતી દરમિયાન લોકો ભેગા થઈ જતા મને છોડાવ્યા હતા. આ લારીવાળા ભાઈનું નામ અજય શંકરભાઈ કહાર  તથા તેની પત્નીનું નામ જયશ્રીબેન કહાર બંને રહેવાસી શીતળા માતા મહોલ્લોવારસિયા નું મને જાણવા મળ્યું હતું


Google NewsGoogle News