Get The App

ઉધનામાં ટ્રક અડફટે પટેલ પરિવારના દંપતીનું મોત, બાળકીનો બચાવ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
ઉધનામાં ટ્રક અડફટે પટેલ પરિવારના દંપતીનું મોત, બાળકીનો બચાવ 1 - image


- સત્યનગર પાસે માસૂમ દીકરીએ માતા-પિતા ગુમાવ્યા

- ઉધના રહેતો મૂળ મહેસાણાનો સચિન પટેલ પત્ની,દીકરી સાથે રાતે બાઇક પર આંટો મારવા નીકળ્યો હતો

 સુરત :

ઉધનામાં સત્ય નગર પાસે શુક્રવારે રાત્રે બાઈકને ટ્રકે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં દંપતિનું મોત નીપજતા પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જોકે તેમની પાંચ વર્ષની બાળકી સામાન્ય ઇજા થતા બચી ગઈ હતી.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઉધના વિસ્તારમાં આવેલા ગાયત્રી નગરમાં રહેતો ૩૫ વર્ષીય સચિન અમૃતભાઈ પટેલ તથા તેની પત્ની સારિકા (ઉ-વ-૩૪) અને તેમની પાંચ વર્ષની પુત્રી સ્વરા સાથે શુક્રવારે રાત્રે બાઈક પર ફરવા નીકળ્યા હતા. તે સમયે ઉધના સત્ય નગર પાસે નાથુભાઇ ટાવર પાસે બીઆરટીએસ નજીક પુરપાટ હંકારતા ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઈજા પામેલા દંપતિ ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે સારીકાને મૃત જાહેર કરી હતી.

ત્યારબાદ ટુંકી સારવાર દરમિયાન સચિનનું મોત થયુ હતું. આ અકસ્માતમાં તેમની પાંચ વર્ષની પુત્રી સામાન્ય ઈજા થતા બચી ગઈ હતી. પણ તેણે માતા-પિતા બંનેને ગુમાવી દીધા છે. સચિન મૂળ મહેસાણાના વિસનગર ખાતે જેતલવાસનાગામનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્રી સ્વરા છે.તે પરિવારનું ભરણ પોષણ કરવા માટે ડ્રાઇવિંગ કામ કરતો હતો. જોકે દંપતિના મોતના લીધે પટેલ પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. સચિના રહેણાંક વિસ્તારમાં અને સમાજના લોકોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ અંગે ઉધના પોલીસે ટ્રક ચાલકની અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


Google NewsGoogle News