વડોદરાના જરોદ રોડ પરથી પસાર થતા દંપતીને નડ્યો અકસ્માત, પત્નીનું મોત
Vadodara Accident : વડોદરા શહેર નજીકના જરોદ ગામ ભાથીજી ચોકડી પાસેથી પતિ સાથે ડબલ સવારી બાઈક પર પત્ની જતી હતી. કડિયા કારીગર પતિએ પુર ઝડપે બાઈક પાછળ સવાર પત્નીને પડી જવાથી શરીરે ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મહિલાનો મોત નીપજ્યું હતું.
છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે મુવાડા ગામમાં કાસલા ફળિયામાં રહેતા વિનુભાઈ કેશુભાઈ નાયકા (35) કડિયા કામ કરે છે. ગઈ તા.2જીએ વિનુભાઈ તેમની પત્ની કોકીલાબેન (32)ને બાઈક પર બેસાડીને કામકાજ માટે નીકળ્યા હતા. હાલોલ વડોદરા રોડ પર જરોદ ગામ નજીક ભાથીજી ચોકડી પાસેથી પૂર ઝડપે બાઈક જતી હતી ત્યારે બાઈક પરથી અચાનક ફંગોળાયેલા કોકિલાબેન નાયકાને શરીરે ગંભીર ઇજા થઈ હતી. સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ઇજાગ્રસ્ત મહિલાને દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ગઈ તા.8મીએ બપોરે કોકીલાબેનનું મોત નીપજતા મૃતદેહ કોલ્ડરૂમમાં મુકવામાં આવ્યો હતો. આ બનાવ અંગે જરોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.