પીપળી ફેદરા હાઇવે પર બંધ ટ્રક પાછળ બુલેટ ઘૂસી જતા દંપતિનું મોત
- ટ્રક ચાલકે ઇન્ડિકેટર કે સાઈન મૂકી ન હતી
- દંપતિ બુલેટ લઈને અરણેજ ગામે આવેલા બુટભવાની મંદિરે દર્શન કરવા માટે જતા હતા
બનાવની વિગત એવી છે કે, સિહોરના વરલ ગામે રહેતા નરેશભાઈ જીવાભાઇ વાઘોશી (ઉ.વ.૨૮) અને તેમના પત્ની સેજલબેન નરેશભાઈ વાઘોશી (ઉ.વ ૨૪) બુલેટ નંબર જીજે-૦૪-ઈએફ-૯૫૦૮ લઈને ધંધૂકાના અરણેજ ગામે આવેલા બુટ ભવાની માતાજીના મંદિરે દર્શન કરવા માટે જતા હતા. તે દરમિયાન પીપળી ફેદરા હાઇવે રોડ પર બંધ પડેલા ટ્રક નંબર જીજે-૦૩-વી-૮૬૯૦ પાછળ ઘૂસી જતા પતિ પત્નીને ગંભીર ઇજા થવા પામી હતી અને નરેશભાઈનું સ્થળ પરજ મોત નીપજ્યુ હતું. જ્યારે નરેશભાઈના પત્ની સેજલબેનને ગંભીર હાલતે હોસ્પિટલે લઈ જવાતા હતા ત્યારે સારાવર મળે તેપૂર્વે જ રસ્તામા જ તેમનું મોત નિપજ્યું હતું. આમ, પાર્ક કરેલા ટ્રક આડે ઇન્ડિકેટર કે કોઈ ભયસુચક સાઈન બોર્ડ નહીં મૂકવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવ સંદર્ભે મૃતકના પિતા જીવાભાઇએ ધંધુકા પોલીસ મથકમાં ઉક્ત ટ્રકના અજાણ્યા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી અજાણ્યા ટ્રકચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.