Get The App

માંડવા ગામ નજીક ટ્રક પાછળ બાઈક ઘુસી જતા દંપતી ખંડિત, પતિનું મોત

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
માંડવા ગામ નજીક ટ્રક પાછળ બાઈક ઘુસી જતા દંપતી ખંડિત, પતિનું મોત 1 - image


- મહિલાને ગંભીર ઈજા થતાં હોસ્પિટલે ખસેડાઈ

- અનિડા ગામનું  દંપતિ બાઈક લઈને ઢસા જતું હતું  ત્યારે માંડવા  નજીક આગળના ટ્રકમાં બાઈક ઘુસી જતાં અકસ્માત સર્જાયો 

ભાવનગર : ઢસા જતાં અનિડા ગામના દંપતિનું બાઈક માંડવા ગામ નજીક આગળ જતાં ટ્રકની પાછલ ઘુસી જતાં દંપતિ ખંડીત થયું હતું અને પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું હતું. જયારે, ગંભીર ઈજા પામેલાં પત્નીની સ્થિતિ પણ ગંભીર માનાય રહી છે. 

બનાવની વિગત એવી છે કે, ગઢડાના અનિડા ગામે રહેતા અશોકભાઈ ધરમશીભાઈ વાઘેલા  તેમના પત્ની દેવુબેનને પોતાના મોટરસાયકલ નંબર જીજે.૦૫.એક્યુ.૬૬૪૫ પર બેસાડીને ઢસા જતા હતા તે દરમિયાન માંડવા ગામ નજીક આવેલ આશાપુરા હોટલ નજીક આગળ જતા ટ્રક નંબર જીજે.એક્સ.૬૭૭૪ના ચાલકે અચાનક બ્રેક મારતાં અશોકભાઈની બાઈક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જેના કારણે બાઈકસવાર દંપતિને ગંભીર ઈજા પહોંચતાં બન્નેને સારવારાર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસનીને બાઈકચાલક અશોકભાઈ ધરમશીભાઈ વાઘેલાન્ને મૃત જાહેર કર્યા હતા. જયારે, પત્ની દેવુબેનને વધુ સારવાર માટે સિહોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે મૃતકના ભત્રીજા સાગરભાઈએ ઢસા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

Tags :