કાકરખાડ વેજલિયા ગામે રૂપિયા 1.17 લાખનો દેશી દારૂ ઝડપાયો
- કઠલાલ પોલીસ મથકે 2 શખ્સો વિરૂદ્ધ ગુનો
- ઘરની બાજુમાં સંતાડેલા પ્લાસ્ટિકના 35 કેરબાઓમાં 585 લિટર દારૂ જપ્ત કરાયો
કઠલાલ : કાકરખાડ વેજલિયા ગામે રૂા. ૧.૧૭ લાખના ૫૮૫ લિટર દેશી દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે દેશી દારૂના ૩૫ કેરબા જપ્ત કરી બે શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
કઠલાલ તાલુકાના કાકરખાડ વેજલિયા વિસ્તારમાં મુકુંદભાઈ શનાભાઈ ડાભીના ઘરની બાજુમાં કેરબાઓ ભરી દેશી દારૂ સંતાડી રાખ્યો હતો. જ્યાં પોલીસે દરોડો પાડતા ૩૫ લિટર અને ૨૦ લિટરના મળીને કુલ ૩૫ કેરબામાં રૂા. ૧.૧૭ લાખનો ૫૮૫ લિટર દેશી દારૂ ઝડપી પાડયો હતો. પરમીટ વગર સંતાડી રાખી મેલાભાઈ મંગળભાઈ ડાભી સ્થળ પરથી નાશી ગયા હતા. જ્યારે મુકુંદભાઈ શનાભાઈ ડાભી સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા. કઠલાલ પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.