Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની 32 બેઠકોની આજે મતગણતરી

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની 32 બેઠકોની આજે મતગણતરી 1 - image


- પાલિકા અને તાલુકા પંચાયતના 120 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

- 190 થી વધારે પોલીસ કર્મી સહિત 250 થી વધુ કર્મચારીઓ મતગણતરી દરમિયાન તૈનાત ઃ સવારે નવ વાગ્યાથી આઠ ટેબલો ઉપર મતગણતરી થશે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નગરપાલિકાની ૨૮ બેઠક, લીંબડી નગરપાલિકાની એક, લીંબડી તાલુકા પંચાયતની એક બેઠક, ધ્રાંગધ્રા નગરપાલિકાની એક અને સાયલા તાલુકા પંચાયતની એક બેઠક પર ચૂંટણી ગત તા.૧૬ ફેબુ્રઆરીના રોજ યોજાઈ હતી. મતદારોએ મતદાન કરી ૧૨૦ ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ કર્યું હતું. આજે સવારે તમામ બેઠક પર મતગણતરી હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં સમગ્ર હારજીતનું ચીત્ર સ્પષ્ટ થશે.

સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તા.૧૬ ફેબુ્રઆરીના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં થાન નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ૬૦.૩૫ ટકા, લીંબડી નગરપાલિકાની ૧ બેઠકની પેટા ચૂંટણીમાં ૩૬.૧૯ ટકા, ધ્રાંગધ્રા નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં ૩૯.૫૩ ટકા, લીંબડી તા.પંચાયતની ઉંટડીની પેટા ચૂંટણીમાં ૪૦.૩૦ ટકા અને સાયલા તા.પંચાયતની ધારાડુંગરીની પેટા ચૂંટણીમાં ૬૬.૯૮ ટકા મતદાન નોંધાયું.

થાન નગરપાલિકાની ૨૮ બેઠક પર ૧૦૭ ઉમેદવાર, ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં બે ઉમેદવાર, લીંબડી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ચાર, લીંબડી તા.પંચાયતની ઉંટડીની પેટા ચૂંટણીમાં ચાર, સાયલા તા.પંચાયતની ધારાડુંગરીની પેટા ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર મળી ૧૨૦ ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ થયા હતા.

થાન મામલતદાર કચેરી ખાતે સવારના નવ વાગ્યે ૬ ટેબલ પર સાત રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. તેના માટે ૪૫ કર્મીઓ રોકાશે જ્યારે મતગણતરી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, હોમગાર્ડ તેમજ જીઆરડી જવાન સહિત ૧૪૦થીની વધુ ટીમ બંદોબસ્તમાં તૈનાત રહેશે.

લીંબડી સેવા સદન ખાતે પણ લીંબડી નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટા ચૂંટણી તેમજ લીંબડી તાલુકા પંચાયતની ઉંટડી બેઠકની પેટા ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં તાલુકા પંચાયતની ચૂંટણી માટે એક ટેબલ પર આઠ રાઉન્ડમાં મતગણતરી થશે તેના માટે ૧૫ કર્મીઓ રોકાશે. લીંબડી નગરપાલિકાની પેટા ચૂંટણી માટે એક ટેબલ પર પાંચ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે તેના માટે દસ કર્મીઓ રોકાશે. જ્યારે ડિવાયએસપી, પીઆઇ, એપીઇ, સહિત ૫૦થી વધુનો પોલીસ કર્મીઓ તૈનાત રહેશે.

ધ્રાંગધ્રા સેવા સદન ખાતે ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટા ચૂંટણીમાં એક ટેબલ પર નવ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. તેના માટે --- કર્મીઓ રોકાશે. જ્યારે ડિવાયએસપી, પીઆઇ.

૩૦થી વધુ પોલીસકર્મીઓ અને તેમજ સાયલા મામલતદાર કચેરી ખાતે સાયલા તાલુકાની ધારાડુંગરી બેઠકની પેટા ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં એક ટેબલ પર નવ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જે માટે ૩૦ કર્મીઓ રોકાશે. તેમજ  ડીવાયએસપી, પીઆઈ સહિતના ૬૦ જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે.



Google NewsGoogle News