Get The App

જામનગરના RTI એક્ટીવીસ્ટ સામે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે પતાવી દેવાની ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવાઈ

Updated: Mar 12th, 2025


Google News
Google News
જામનગરના RTI એક્ટીવીસ્ટ સામે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે પતાવી દેવાની ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવાઈ 1 - image


Jamnagar : જામનગરમાં મયુર સાગર એપાર્ટમેન્ટમાં રહેતા આર.ટી.આઈ એક્ટિવિસ્ટ કલ્પેશ વિનોદરાય આસાણીએ જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને મોબાઈલ ફોનમાં અને રૂબરૂ પતાવી દેવાની ધમકી આપવા અંગે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર બેડીમાં રહેતા અનવર ઇસ્માઈલભાઈ કુંગડા સામે ફરિયાદ નોંધાવી હતી, તેમાં કોન્ટ્રાક્ટરની પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ કોન્ટ્રાક્ટરની પણ વળતી ફરિયાદ લેવાય છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર  પીજીવીસીએલમાંથી 11 કેવી વાલસૂરા ફીડરમાં કોન્ટ્રાક્ટરને કેબલનું કામ અપાયું છે. જે ઓર્ડરની જોગવાઈ મુજબ કામ થતું ન હોવાથી કલ્પેશ આસાણી દ્વારા જુદા જુદા સરકારી વિભાગમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીનો ખાર રાખીને ધાકધમકી અપાઈ હોવાનું પોલીસને જણાવાયું છે પોલીસે આરોપી કોન્ટ્રાક્ટર ની અટકાયત કરી હતી.

 દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા પણ પોતાને જુદા જુદા વિભાગોમાં અરજી કરી હેરાન પરેશાન કરી ધમકી આપવા અંગે આરટીઆઇ એક્ટિવિસ્ટ કલ્પેશ આસાણી સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે કલ્પેશ આશાણી સામે ગુનો નોંધ્યો છે, અને તેની પણ અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
JamnagarRTI-ActivistPGVCLDeath-Threat

Google News
Google News