Get The App

વારંવાર ગુનાઓ કરતા આરોપીઓ માટે કાઉન્સેલિંગ

ગુનાનો રાહ છોડીને સામાન્ય જીવન જીવવા માટે પોલીસે જણાવ્યું

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
વારંવાર ગુનાઓ કરતા આરોપીઓ માટે કાઉન્સેલિંગ 1 - image

વડોદરા,વારંવાર ગુનાઓ કરતા લોકોને શાંતિમય રીતે જીવન જીવવા માટે આજે પોલીસ કમિશનરની અધ્યક્ષતા હેઠળ તેઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

વર્ષ ૨૦૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન શહેરમાં સાયબર ક્રાઇમ, નાણાં ધિરધાર, ઇમોરલ ટ્રાફિક એક્ટ, જાતીય સતામણી, પ્રોહિબીશન, જુગારની પ્રવૃત્તિ કરતા લોકો પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા  પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષ દરમિયાન પાસામાં જઇ આવેલા અંદાજે ૨૦૦ થી વધુ લોકોના કાઉન્સેલિંગનો કાર્યક્રમ પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતા હેઠળ પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યો હતો. ગુનાઓ કરીને લાંબા સમય સુધી નાસતા  ફરવું શક્ય નથી. આવા પ્રકારની ગુનાઇત પ્રવૃત્તિના કારણેે આરોપીઓના પરિવાર પર પણ વિપરીત અસર પડતી હોય છે. જેથી, તેઓને ગુનાઇત  પ્રવૃત્તિ છોડી દેવા માટે સમજાવવામાં આવ્યા હતા.


Google NewsGoogle News