Get The App

ડુમસ રોડ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ કરવા બ્રિજ બનાવવાના બદલે BRTS બસ સ્ટેન્ડ હટાવો, સુરત કોર્પોરેટરની પાલીકા-પોલીસને રજુઆત

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
ડુમસ રોડ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ કરવા બ્રિજ બનાવવાના બદલે BRTS બસ સ્ટેન્ડ હટાવો, સુરત કોર્પોરેટરની પાલીકા-પોલીસને રજુઆત 1 - image


Surat : સુરત બારડોલી રોડ પર ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે 39 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ નિર્માણની કામગીરી ચાલી રહી છે પરંતુ સુરત ડુમસ રોડ પર ટ્રાફિકની કાયમી સમસ્યા હળવી કરવા માટે સ્થાનિક કોર્પોરેટરે પોલીસ અને પાલિકા વચ્ચે સંકલન કરીને કરોડોના ખર્ચે ઓવર બ્રિજ બનાવવાના બદલે બીઆરટીએસનું બસ સ્ટેન્ડ દૂર કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હળવી થાય તેવી રજૂઆત કરી છે. પોલીસ અધિકારીની સ્થળ મુલાકાત દરમિયાન હકારાત્મક અભિગમ જોતા કોર્પોરેટરે મેયર-કમિશ્નરને રજુઆત કરીને ફ્લાય ઓવર બ્રિજના બદલે બસ સ્ટેન્ડ હટાવવાનો પ્રયોગ કરવા માટે રજૂઆત કરી હતી. જો આ પ્રયોગ સફળ થાય તો પાલિકાનો ફ્લાય ઓવર બ્રિજ બનાવવાના કરોડો રૂપિયા બચે અને લોકોને ટ્રાફિક સમસ્યાથી પણ રાહત મળી શકે છે. 

સુરતમાં વસ્તી સાથે વાહનોની સંખ્યા વધી રહી છે તેના કારણે ટ્રાફિક સમસ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. પાલિકા ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે બ્રિજ, ફ્લાય ઓવરબ્રિજ અને રસ્તા પહોળા કરવાની કામગીરી કરી રહી છે તેમ છતાં અનેક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે. સુરત ડુમસ રોડ પર સરગમ શોપિંગ સેન્ટરથી રાહુલ રાજ મોલ સુધી પીપલોદ ગામ વાળો એક જ એપ્રોચ રોડ મળે છે જેથી આ રોડ પર કારગીલ ચોક પર સિગ્નલ બંધ થાય ત્યારે ભારે ટ્રાફિક સમસ્યા થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક લોકોએ ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટે રજૂઆત કરી હતી. 

ડુમસ રોડ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ કરવા બ્રિજ બનાવવાના બદલે BRTS બસ સ્ટેન્ડ હટાવો, સુરત કોર્પોરેટરની પાલીકા-પોલીસને રજુઆત 2 - image

આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતા રોડ છે અને સંખ્યાબંધ સ્કૂલ આવી હોવાથી અનેક બસ અને યુનિવર્સિટી હોવાથી સ્ટુડન્ટનો પણ ટ્રાફિક રહે છે. આ સમસ્યા નિવારવા માટે સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા બીગબજાર પાસે કટ આપવા માટેની પોલીસ વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ વિઝીટ કરી હતી. જોકે, આ ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે બિગ બજાર પાસે બીઆરટીએસનું બસ સ્ટેન્ડ છે તેને હટાવવાની જરૂર પડી શકે તેમ છે. પોલીસ પાસેથી સ્થળ પરથી આ માહિતી મળતા સ્થાનિક કોર્પોરેટરે બસ સ્ટેન્ડ હટાવવાની મંજૂરી માટે મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયરને ટેલિફોનિક રજૂઆત કરી હતી. મેયર હાલ સુરત બહાર છે પરંતુ ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે પ્રયાસ કરવા માટે ખાતરી આપી છે. જો આ પ્રયોગ સફળ રહે તો ફ્લાય ઓવર બ્રિજનો ખર્ચ પણ બચી જશે અને ટ્રાફિક સમસ્યા પણ હળવી થશે.


Google NewsGoogle News