ફૂલ બજાર પર કોર્પોરેશનનું તંત્ર ત્રાટક્યું: ફૂલોનો જથ્થો જપ્ત: વ્હાલા દવલાની નીતિ અપનાવાતી હોવાના આક્ષેપો
વડોદરા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારના રોડ અને ફૂટપાથ પર વેપાર ધંધા માટે ઇકો કારમાં લાવવામાં આવેલા ફૂલના ઢગલાના જથ્થા સહિત ઇકો કારને સ્થાનિક વોર્ડ ઓફિસની ટીમે કબજે કરી સ્ટોરમાં જમા કરાવવાની કાર્યવાહી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ચારે બાજુએ બિલાડીના ટોપની જેમ લારી ગલ્લા પથારા ના દબાણો થઈ રહ્યા છે ત્યારે ખંડેરાવ માર્કેટ વિસ્તારના પુષ્પા તને રોડ પર ફુલના ગેરકાયદે ઢગલા કરીને રોડ રસ્તા તથા ફૂટપાથ રોકીને વેપાર ધંધો ફુલવાળા કરતા હોય છે. પરિણામે કેટલીય વાર વાહન વ્યવહારને અડચણ થવા સહિત અકસ્માત થવાની પણ સંભાવના વધી જાય છે. દરમિયાન વોર્ડ નં. 13ના વોર્ડ ઓફિસર સહિત દબાણ શાખા ની ટીમે ઠેર ઠેર ફૂલના ઢગલા રોડ રસ્તા ફૂટપાથ પરથી કબજે કર્યા હતા. જ્યારે ઇકો કારમાં ફૂલ લાવીને વેપાર કરનારની કાર પણ કબજે લેવાઈ હતી. યુકે કેટલાક વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે પાલિકા તંત્ર દ્વારા વહાલા-દવલાની નીતિ પણ અપનાવાય છે અને કેટલાયના ફૂલનો જથ્થો કબજે નહીં લઈને તેમને બક્ષવામાં આવ્યા હતા.