કોર્પોરેશને વધુ ૯૮ ઝુંપડા અને ચાર લારી અને ગલ્લા દૂર કર્યા
રજાના દિવસે પણ ઝુંબેશ કાર્યરત રહેશે
વાસણા હડમતિયાની કેનાલમાંથી ઝૂંપડપટ્ટી દૂર કરાઈ ઃ સરગાસણ તળાવમાં આવેલી ઝૂંપડપટ્ટી મામલે હાઇકોર્ટમાં પિટીશન દાખલ
ગાંધીનગર શહેરી વિસ્તારમાંથી દબાણોને દૂર કરવા માટે
કોર્પોરેશન દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત દરરોજ દબાણ હટાવો ટીમ
દ્વારા ઝૂંપડપટ્ટી તથા લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
મહાનગરપાલિકાની આ દબાણ હટાવો ટીમ દ્વારા આજે વાસણા હડમતીયા કેનાલમાંથી ૨૬ જેટલા
ઝુપડાના દબાણો દૂર કરીને અહીં ઊભી થયેલી ઝૂંપડપટ્ટી હટાવી દેવામાં આવી છે. આ
ઉપરાંત સેક્ટર -૧માંથી ૩,
સેક્ટર -૨માંથી -૧૩, સેક્ટર-૪માંથી
૩૦, સેક્ટર-
૬માંથી ૯, સેક્ટર-૮માંથી
૧૭ ઝુપડા હટાવવામાં આવ્યા છે. તો સેક્ટર-૨માંથી લારી ગલ્લાના દબાણો પણ દૂર કરવામાં
કોર્પોરેશનની આ ટીમને સફળતા મળી છે આજે વધુ ચાર લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં
આવ્યા છે. આ ઝુંબેશ આગામી દિવસોમાં કડક બનાવવામાં આવશે અને આરટીઓ સામેની ઝાડીઓમાં
ઊભા થયેલા કાચા પાકા દબાણો પણ હટાવવામાં આવશે.
સરગાસણ તળાવમાં આવેલી છુપડપટ્ટી દૂર કરવા માટે કોર્પોરેશનની
ટીમ દ્વારા નોટિસ આપવામાં આવી હતી જે મામલે ચોપડા વાસીઓ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન
દાખલ કરવામાં આવી છે અને તેઓને વસવાટ માટે આવાસ યોજનાનો લાભ આપવા રજૂઆત કરાય છે જે મામલે હાઇકોર્ટે કોર્પોરેેશનને
જવાબ રજૂ કરવા સૂચના આપી છે.