વડોદરામાં વિશ્વામિત્રીની કામગીરી માટે હજુ 1200 કરોડ કોર્પોરેશનને મળ્યા નથી : કોંગ્રેસ
Vadodara Vishwamitri Project : વડોદરામાં પૂરના આવે તે માટે ગુજરાત સરકારે અગાઉ વિશ્વામિત્રીના પૂરને રોકવા માટે 1,200 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી, પરંતુ 1,200 કરોડ રૂપિયા હજુ સુધી આપ્યા નથી.
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી આજે વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા આવ્યા હતા અને તેમણે જે કંઈ વાતો કરી છે તેના આધારે કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ મહિલા નેતાએ તેમને પત્ર લખીને કહ્યું છે કે ગુજરાત સરકારે હજુ સુધી 1,200 કરોડ રૂપિયાની ફાળવણી સંદર્ભે કોર્પોરેશનને ઓપચારિક પત્ર પણ મોકલ્યો નથી. પૂર નિવારણ માટે કોર્પોરેશનના અને ગુજરાત સરકારના વર્ષ 2025-26 ના બજેટમાં 1200 કરોડ આપ્યા નથી. ભૂતકાળમાં પણ વડોદરામાં ગુજરાતી રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજ માટે 230 કરોડ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ તેની સામે માત્ર 76 કરોડ રૂપિયા આપ્યા હતા અને બાકીનો ખર્ચ કોર્પોરેશનને લોકોના વેરાના પૈસામાંથી ઉઠાવ્યો હતો.