Get The App

રાજકોટમાં કોરોનાનો કહેર, યુકેથી આવેલી યુવતીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ

Updated: Dec 25th, 2021


Google News
Google News
રાજકોટમાં કોરોનાનો કહેર, યુકેથી આવેલી યુવતીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ 1 - image


રાજકોટ, તા. 25 ડિસેમ્બર 2021 શનિવાર

રાજકોટમાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન તથા તંત્રની ઢીલી નીતિના પગલે પગલે આ મહાનગર ફરી કોરોના હોટસ્પોટ બની રહ્યું છે. શહેરમાં અગાઉ ત્રંબામાં આર.કે યુનિવર્સિટી માં રહેતા અને તાંઝાનિયા થી આવેલા યુવકને ઓમિક્રોન પોઝિટિવ બાદ આજે રાજકોટના વોર્ડ નંબર નવ માં ભીડભંજન સોસાયટી મેઇન રોડ ઉપર એક કોમ્પ્લેક્ષમાં રેતી અને યુકેથી વાયા અબુધાબી થઈને રાજકોટ આવેલી 22 વર્ષની યુવતીનો ઓમિક્રોન રિપોર્ટ આવતા તંત્રમાં દોડધામ મચી છે.

મહાપાલિકા વિસ્તારમાં આ પ્રથમ કેસ નોંધાયો છે આ યુવતીને ત્રણ દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતી જ્યાં તેનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આજે જાહેર થયો છે. દરમિયાન શહેરમાં રોજ આઠથી દસ કોરોના ના કેસ નોંધાઈ રહ્યા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે તથા અત્યાર સુધીમાં કોરોના નવા રાઉન્ડમાં બે વ્યક્તિના મોત પણ નિપજ્યા છે. 

જોકે આમ છતાં મહાપાલિકા દ્વારા કોઈ નિયંત્રણ મૂકાયા નથી અને આજે જ ભાજપના નેતાઓની હાજરીમાં અનેકવિધ કાર્યક્રમો થયા હતા. જેમાં નાના બાળકોને પણ બોલાવાયા હતા. કોરોનાનો આ નવો વેરિયન્ટ ઘણો જ સંક્રમક છે. જેથી શહેરમાં ત્રીજી લહર ભીતિ સર્જાઈ છે.

Tags :
RajkotOmicron

Google News
Google News