વડોદરા: કોર્પોરેશનની દુકાન બારોબાર લઘુમતી કોમના વેપારીને વેચાણ કરતા વિવાદ, આખરે બે દુકાન સીલ

Updated: Jan 22nd, 2022


Google NewsGoogle News
વડોદરા: કોર્પોરેશનની દુકાન બારોબાર લઘુમતી કોમના વેપારીને વેચાણ કરતા વિવાદ, આખરે બે દુકાન સીલ 1 - image


વડોદરા, તા. 22 જાન્યુઆરી 2022 શનિવાર

વડોદરા શહેરના નવા બજાર વિસ્તારમાં કોર્પોરેશન હસ્તકની બે દુકાનો લઘુમતી કોમના વેપારીઓએ ખરીદી કરતા વિવાદ સર્જાયો હતો. આખરે આજે વોર્ડ ઓફિસર મહેશ રબારી એ આ દુકાનોને સીલ મારી દીધું હતું.

વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર એવા નવા બજારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષો પૂર્વે દુકાનો બાંધીને ભાડેઅને વેચાણથી આપવામાં આવી હતી.

જેમાં ભૂતકાળમાં અનેક માલિકો કે ભાડુઆત હતા તે બદલીને નવા વેપારીઓ દુકાનના માલિક બની ગયા છે ત્યારે તાજેતરમાં એક હિન્દુ વેપારીએ હવા બજારમાં આવેલી દુકાન નંબર 177 અને 179ની દુકાન લઘુમતી કોમના વેપારીને બારોબાર વેચી દીધી હતી અને કોર્પોરેશનને આ અંગેની કોઈ જાણકારી આપી નહીં જે અંગે સ્થાનિક રહીશોએ ડેપ્યુટી મેયર અને સ્થાનિક કોર્પોરેટર વિગેરે ને જાણ કરવામાં આવી હતી. તેઓએ વોર્ડ ઓફિસર નું ધ્યાન દોરતાં આજે બપોર બાદ વોર્ડ નંબર 1 ના ઓફિસર મહેશ રબારી તથા સ્ટાફે સ્થાનિક કોર્પોરેટરો ને સાથે રાખી દુકાનો નું સીલ માર્યું હતું. જેથી વેપારીઓમાં સોંપો પડી ગયો હતો.

પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ શિક્ષણ સમિતિના સભ્ય એ તો માગણી કરી હતી કે વેચાણ કરનાર અને ખરીદનાર બંને વેપારી સામે કોર્પોરેશનના નિયમનો ભંગ કર્યો છે તે બદલ જરૂર પડે કોર્ટમાં અથવા પોલીસ ફરિયાદ કરવી જોઈએ.


Google NewsGoogle News