Get The App

વડોદરા: ટેન્ડર પ્રક્રિયા વિના skylift ના સમારકામ પાછળ 45.95 લાખનું ચુકવણું કરવાની દરખાસ્તથી વિવાદ

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
વડોદરા: ટેન્ડર પ્રક્રિયા વિના skylift ના સમારકામ પાછળ 45.95 લાખનું ચુકવણું કરવાની દરખાસ્તથી વિવાદ 1 - image


વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓનાં "BRONTO SKYLIFT" મેક ૪૪ મીટર ઉંચાઈવાળી હાઇડ્રોલીક એલીવેટેડ પ્લેટફોર્મ વાહનની દુરસ્તીની કામગીરી તાત્કાલિક ધોરણે મુંબઈ સ્થિત ડીલર પાસે કરાવવાના કામની તથા તે અંગે થનાર અંદાજીત ખર્ચ રૂ.૪૫.૯૫ લાખના ચુકવણા માટે સ્થાયી સમિતીની મંજૂરી મેળવી આપવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ એ સતત 24 કલાક કાર્યરત રહેતું ખાતું છે. વડોદરા શહેર તથા તેમજ નજીકના ગામમાં આગ, અકસ્માત અને પૂર જેવી હોનારત સમયે ખાતા ધ્વારા કાર્યક્ષમ રીતે કાર્યવાહી કરવા માટે ખાતાનાં વાહનો જેવાં કે ઇમરજન્સી રેસ્ક્યુ વાન, ફોર્મ ટેન્ડર, વોટર બાઉઝર, વોટર ટેન્ડર, હાઇડ્રોલીક એલીવેટેડ પ્લેટફોર્મ વગેરે ઇમરજન્સી રેસ્ક્યુ વાહનોનો ઉપયોગ કરીને આગ, અકસ્માત અને પૂર જેવી સ્થિતિમાં બચાવ કામગીરી કરવામાં આવે છે અને તે માટે ખાતાને ફાળવેલ રેસ્ક્યુ વાહનો કાર્યરત રાખવામાં આવે છે.

હાલમાં "BRONTO SKYLIFT" મેક વાહન ૪૪ મીટર ઉંચાઈવાળી હાઇડ્રોલીક એલીવેટેડ પ્લેટફોર્મમાં હાલ વાહનના બૂમનું સેન્સર, તેમજ Outrigger Turntableની ઓપરેટીંગ ડિસ્પ્લે ખરાબ થઇ ગયેલ હોઇ અને વાહનનું હાઇડ્રોલીક ઓઇલ તેમજ ફીલ્ટર્સ બદલવાના હોઇ, સુંદર વાહન ઇમપોરટેડ હોઈ તેમજ વિદેશી બનાવટનું હોઈ તેની દુરસ્તી અત્રે થઈ શકે તેમ ન હોય, સદર વાહનના ભારત દેશ ખાતે કંપનીના એક માત્ર અધિકૃત વીક્રેતા મે.બ્રિજબાસી ફાયર સેફ્ટી સીસ્ટમ પ્રા. લી. કંપની (મુંબઈ)ના ટેકનીશીયન દ્વારા અત્રે વડોદરા ચેક કરાવતાં વાહનની દૂરસ્તી કરવાની જરૂરીયાત છે. જરૂરી સ્પેર્સ તેમજ મરામત માટે રૂ.૪૫,૯૫,૪૪૪નો અંદાજીત ખર્ચ બાબતનો એસ્ટીમેટ આપેલ છે. કામગીરી મે. બ્રિજબાસી ફાયર સેફ્ટી સીસ્ટમ પ્રા. લી.પાસે જરૂરી સર્વિસીંગ, રીપેરીંગ, જાળવણી નિભવણી અને સ્પેર્સની ખરીદી સહની કામગીરી જાહેરાત, ભાવપત્રો, ઇ.એમ.ડી. સીક્યુરીટી ડીપોઝીટ, ટેન્ડર ફી, કરાર વિગેરે વહીવટીય પ્રક્રિયામાંથી મુકતી આપી કરાવવા માટે  અંદાજીત ખર્ચનાં બીલની રકમ રૂ.૪૫,૯૫,૪૪૪નાં બીલનું ચુકવણું કરવાનાં કામને સ્થાયી સમિતિની મંજુરી મેળવવાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.


Google NewsGoogle News