Get The App

શિવજી કી સવારી માટે સરકારની ગ્રાન્ટ નહીં આવતા કોર્પોરેશનમાંથી તસલમાત મેળવી કોન્ટ્રાક્ટરોને રૂ.એક કરોડ ચૂકવવાની દરખાસ્તથી વિવાદ

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
શિવજી કી સવારી માટે સરકારની ગ્રાન્ટ નહીં આવતા કોર્પોરેશનમાંથી તસલમાત મેળવી કોન્ટ્રાક્ટરોને રૂ.એક કરોડ ચૂકવવાની દરખાસ્તથી વિવાદ 1 - image


Vadodara Shiv Ji Ki Savari : વડોદરા શહેરમાં દર વર્ષે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા શિવજી કી સવારીનું ભવ્ય આયોજન થતું હોય છે. જેનો ખર્ચ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કરવામાં આવતો હોય છે પરંતુ આ વર્ષે સરકાર તરફથી ગ્રાન્ટ પ્રાપ્ત થઈ નથી. જેથી ફરાસખાના વિડીયોગ્રાફીની રૂપિયા એક કરોડ જેવી રકમ કોર્પોરેશનમાંથી તસલમાત લઈને ઈજારદારોને ચૂકવવાનું કામ થાય સમિતિમાં રજૂ થતા વિવાદ સર્જાયો છે કે અગાઉ ન્યાય મંદિર અને લાલ કોર્ટના કામમાં સ્થાયી સમિતિના મહિલા સભ્ય એ આ કામગીરી આગવી ઓળખની ગ્રાન્ટમાંથી જ કરવું તેવી જીદ પકડીને ભાજપ સંકલન સમિતિમાં ઠરાવ કરાવ્યો હતો. હવે જોવાનું રહે છે કે શિવજીની સવારીમાં પણ અગાઉ જે રીતે સરકારની ગ્રાન્ટ મળે તેમાંથી નાણાં ચૂકવવા તેવો ઠરાવ કર્યો હતો. તે બાબત દોહરાવશે કે પછી કામને મંજૂરી આપશે તે જોવાનું રહેશે.

 વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી હુસાતૂસીને કારણે વિકાસના અનેક કામો પર સીધી અસર પડતી રહી છે. ત્યારે હવે ધાર્મિક કામને પણ મંજૂરી આપવા મુદ્દે વિવાદ સર્જાયો છે. સ્થાયી સમિતિમાં 'શિવજી કી સવારી'ના કાર્યક્રમ અંતર્ગત મંડપ અને વિડિયો ફોટોગ્રાફીના રૂ.એક કરોડથી વધુનો ખર્ચ મંજૂર કરવા અગાઉ સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવી હતી, ત્યારે ભાજપની સંકલન સમિતિએ રાજ્ય સરકારની ગ્રાન્ટ આવે તેમાંથી શિવજી કી સવારીનો ખર્ચની રકમ ચૂકવવા ઠરાવ કરવામાં આવ્યો હતો. તે બાદ સમય વીતી જતા સરકારી ગ્રાન્ટ આવી નહીં અને આ દરખાસ્ત ફરી સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ સર્જાયો છે.

 અત્રે યાદ આપવું જરૂરી છે કે તાજેતરમાં ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લએ ટીમ વડોદરા બનાવી તજજ્ઞની ટીમ દ્વારા હેરિટેજ વડોદરાની આગવી ઓળખ માટે ન્યાયમંદિર અને લાલ કોર્ટમાં મ્યુઝિયમ બનાવવાના કામો સ્થાયી સમિતિમાં રજૂ થતા મહિલા સભ્યએ વિરોધ કર્યો હતો અને રાજ્ય સરકારની આગવી ઓળખની ગ્રાન્ટ આવે તેમાંથી જ કામ કરવું તેવો ઠરાવ કરવાની જીદ પકડી હતી અને ભાજપ સંકલન સમિતિએ મહિલા હઠને વશ થઈ સરકારની અન્ય ગ્રાન્ટમાંથી કે કોર્પોરેશનના ખર્ચે આ કામગીરી નહીં કરાવવા ઠરાવ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં ફરી એકવાર રાજ્ય સરકારની ગ્રાન્ટ નહીં મળતા શિવજી કી સવારીનો ખર્ચ કોર્પોરેશનમાંથી ખાસ તસલમાત મેળવીને કોન્ટ્રાક્ટરોને ચૂકવી દેવાની દરખાસ્ત રજૂ થતાં વિવાદ સર્જાયો છે. ત્યારે અગાઉ રાજ્ય સરકારની ગ્રાન્ટ આવે તેમાંથી નાણા ચુકવવા થયેલા ઠરાવ પર ભાજપની સંકલન સમિતિ અડગ રહેશે કે પછી ધારાસભ્યના દબાણને વશ થઈ કોન્ટ્રાક્ટરોને નાણાં ચૂકવવા ઠરાવ કરશે ત્યારે ખાસ કરીને જે મહિલા સભ્ય હેરિટેજ વડોદરાના પ્રોજેક્ટનો વિરોધ કરી આગવી ઓળખની ગ્રાન્ટમાંથી જ કામ કરાવવું તેવો ઠરાવ કરાવ્યો તે રીતે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આયોજિત શિવજી કી સવારી ધાર્મિક કાર્યક્રમના ખર્ચની ચુકવણી સરકારી ગ્રાન્ટ આવ્યા બાદ કરવી તે અંગે રજૂઆત કરશે ખરા તે બાબત ચર્ચાનો વિષય બન્યો છે.


Google NewsGoogle News