વડોદરામાં ફતેગંજ બ્રિજ નીચેની દિવાલો બગાડી : પિક્ચરના પ્રમોશન માટેના પોસ્ટરો લગાડતા વિવાદ
Vadodara : વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ નીચે કેટલાક લોકો દ્વારા પિક્ચરના પ્રમોશન માટેના પોસ્ટર લગાવી સુશોભિત કરાયેલી સરકારી દીવાલને ગંદી કરવામાં આવી છે. જેથી વિવાદ સર્જાયો છે.
પિક્ચરના પ્રમોશન માટે સરકારી ઇમારતને નુકસાન પહોંચાડવું એ પણ એક પ્રકારનો ગુનો છે. પાલિકા તંત્રએ આવી રીતે પિક્ચરના પોસ્ટર લગાડનાર ઈસમ કે એજન્સી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા સાથે દાખલારૂપ પગલાં ભરવા જોઈએ જેથી ભવિષ્યમાં અન્ય કોઈ સરકારી ઇમારતને નુકસાન પહોંચાડતા પહેલા વિચારતો થઈ જાય. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સ્પેનના વડાપ્રધાનની મુલાકાત સમયે બ્રિજ નીચેની આ દિવાલને નવા રંગ રોગનથી સુશોભિત કરાઈ હતી.