Get The App

વિશ્વામિત્રી અંગે સિંચાઈ વિભાગના ટેન્ડરમાં અનેક શરતો નથી છતાં વડોદરા કોર્પોરેશને તેનું અનુકરણ કરતા વિવાદ

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
વિશ્વામિત્રી અંગે સિંચાઈ વિભાગના ટેન્ડરમાં અનેક શરતો નથી છતાં વડોદરા કોર્પોરેશને તેનું અનુકરણ કરતા વિવાદ 1 - image


Vishwamitri River Project : વિશ્વામિત્રી નદીને શહેરની હદમાં એટલે કે, દેણા ગામ ખાતેના પ્રવેશથી મારેઠા સ્મશાન સુધીના દક્ષિણ છેડા સુધી ઊંડી કરવાની કામગીરી પાલિકા કરશે. પરંતુ તે પછીની આગળની કામગીરી સિંચાઈ વિભાગ કરનાર છે.

પાલિકામાં ચાલતી ચર્ચા મુજબ, સિંચાઈ વિભાગ જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરનાર છે તેમાં અનેક શરતો નથી ! અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તથા સુપરવિઝન કરનાર યોગ્ય વ્યક્તિ પણ કદાચ નથી ! એટલું જ નહીં, સિંચાઈ વિભાગ પાસે સમગ્ર કામગીરી માટે દૈનિક ત્યાં ઉભો રહી સુપરવિઝં કરનાર અન્ય સ્ટાફની પણ ખોટ વર્તાઈ રહી છે ! આવી અનેકચાસો છે તો પાલિકા સિંચાઈ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરવા સિંચાઈ વિભાગના ટેન્ડરને કેમ અનુસરી રહી છે? તે એક મોટો સવાલ અહીં ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે, જો થતી કામગીરીમાં સરકારી વિભાગ દ્વારા સીધું મોનિટરિંગ નહીં કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર નદીમાં ખોદાણ કરી જેટલી માટી બહાર કાઢશે તે પ્રમાણેના નાણા તેને ચુકવવામાં આવશે. આવી પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટરને ઘણી મોટી રકમ બિનજરૂરી રીતે આપી દેવી પડે તેવી પરિસ્થિતિ નકારી શકાતી નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે પણ કોર્પોરેશને વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરી ત્યારે મશીનરી બેઝ કામગીરી જ થઈ હતી.


Google NewsGoogle News