Get The App

UCCના ફોર્મ ભરવા વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓના બાળકોને ફરજ પાડવામાં આવતા વિવાદ

Updated: Apr 5th, 2025


Google News
Google News
UCCના ફોર્મ ભરવા વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓના બાળકોને ફરજ પાડવામાં આવતા વિવાદ 1 - image


Vadodara : યુનિફોર્મ સિવિલ કોડના ફોર્મ વડોદરા શહેરના શિક્ષણ સમિતિની વિવિધ શાળાઓના બાળકોને આપીને તેમાં વાલીઓના સહી સિક્કા કરાવી લાવી રજૂ કરવા પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા ફરજ પાડવામાં આવતા વિવાદ સર્જાયો છે.

 આ અંગે આજે વકીલ અને સામાજિક કાર્યકર અશફાક મલિકની આગેવાનીમાં મુસ્લિમ સમાજના બાળકો અને વાલીઓએ સંયુક્ત રીતે શિક્ષણ સમિતિ ખાતે મોરચો લઈ જઈ શાસન અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરી યોગ્ય જરૂરી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

 તેઓએ માંગણી કરી છે કે, વડોદરાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ ભણતા વિદ્યાર્થીઓને યુ.સી.સીના ફોર્મમાં ફરજિયાત પણે બાળકોના વાલીઓની સહી કરાવી છેતરપિંડીથી સહી સંમતી લેવામાં આવે છે જે અંગે સરકારી શાળાનો દુરપયોગ કરવા આવેલ છે. જેથી તમામ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં તપાસ કરવામાં આવે જે પ્રિન્સિપાલ આ પ્રકિયામાં શામેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ યુ.સી.સી કમિટી આવા ફોર્મને ધ્યાને લે નહીં તેવી રજૂઆત કરવા વાલીઓ અને બાળકો શાસનાઅધિકારીને રજૂઆત કરી છે.

Tags :