Get The App

વડોદરામાં સયાજી હોટેલ દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતા વિવાદ

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
વડોદરામાં સયાજી હોટેલ દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતા વિવાદ 1 - image


Vadodara : સયાજીગંજ ભીમનાથ બ્રિજ નજીક આવેલ સયાજી હોટેલ દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતા વિવાદ સર્જાયો છે. વિશ્વામિત્રીમાં છોડાતું દુષિત પાણી તાત્કાલિક બંધ કરી સીલ મારવાની કાર્યવાહી કરવાની મહિલા કોર્પોરેટરની માંગ કરી છે.

વડોદરા ભાજપના કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સયાજી હોટેલના સંચાલકો દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાના આક્ષેપો કર્યા છે. આ મામલે તાત્કાલિક ધોરણે દ્રેનેજ કનેક્શન કાપી સીલ મારવાની કાર્યવાહી કરવાની માંગ કોર્પોરેટર જાગૃતીબેન કાકાએ કરી છે.

શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના તટે ભીમનાથ બ્રિજ પાસે આવેલી સયાજી હોટલ દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાનું ભાજપના કોર્પોરેટર જાગૃતીબેન કાકાના ધ્યાને આવ્યું હતું. આ બાબતે તેમની પાસે વિડીયો પુરાવો હોવાની પણ વાત તેઓ કરી રહ્યા છે. દૂષિત પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સયાજી હોટેલ સામે જાગૃતીબેન કાકાએ કર્યા છે. આ મામલામાં જાગૃતીબેન કાકાએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પત્ર લખી હોટેલના સંચાલકો દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાથી તાત્કાલિક ધોરણે હોટેલનું ડ્રેનેજ કનેક્શન કાપી, સીલ મારવાની કામગીરી કરવાની માંગ કરી છે. ઇલેક્શન વોર્ડ નંબર 13ના એન્જિનિયરોને લઈને તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને મીડિયા માધ્યમ મને પ્રતિક્રિયા પણ આપી હતી. હોટેલ ઇલેક્શન વોર્ડ નંબર 12માં આવે છે કે 13માં આવે છે? તે અંગે અધિકારીઓમાં મતમતાંતર જોવા મળ્યો હતો. જાગૃતિબેન કાકાએ જણાવ્યું છે કે, વોર્ડ 13માં આવે કે 12માં આવે નદીમાં દૂષિત પાણી છોડાઈ રહ્યું છે તો તેમને છોડવામાં નહીં આવે અને કડક કાર્યવાહી થશે. મ્યુનિસિપલ કમિશનર પર વિશ્વાસ હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, આ બાબતે સંકલન બેઠકમાં ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ, સંસદ અને ધારાસભ્યોનું પણ ધ્યાન દોરશે અને સ્થાયીની બેઠકમાં પણ રજૂઆત કરશે.


Google NewsGoogle News