Get The App

વડોદરા : સરકારની જાહેરાતો છતાં કોર્પોરેશનનું તંત્ર સિનિયર સિટીઝન દંપતીને ઘરે વેક્સિન મૂકવા નહીં જતા વિવાદ

Updated: Nov 15th, 2021


Google NewsGoogle News
વડોદરા : સરકારની જાહેરાતો છતાં કોર્પોરેશનનું તંત્ર સિનિયર સિટીઝન દંપતીને ઘરે વેક્સિન મૂકવા નહીં જતા વિવાદ 1 - image


વડોદરા, તા. 15 નવેમ્બર 2021 સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા બીમાર અને સીનીયર સીટીઝન વ્યક્તિઓને ઘેર બેઠા કોરોના ની રસી આપવાની મોટા ઉપાડે જાહેરાત કરી હતી પરંતુ અનેક સિનિયર સિટીઝન આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે છે છતાં પણ તેઓને ઘરે રસી આપવા માટે કોઈ આવતું નથી તેવા અનેક કિસ્સા બહાર આવ્યા છે.

પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા વાહીદ ભાઈ મેમણ (ઉ.67) બીમાર વ્યક્તિ છે જ્યારે તેમના પત્ની ઝરીનાબેન (ઉ.65) ના પગમાં ઘુટણનું ઓપરેશન કરાવ્યું છે જેથી આ દંપતી એ સરકારે કરેલી જાહેરાત મુજબ આરોગ્ય વિભાગનો સંપર્ક કરી ઘરે વેક્સિન મૂકાવવા માટે રજૂઆત કરી હતી.

ત્યારબાદ તેઓએ તેમની દુકાનમાં કામ કરનારા કર્મચારીને પણ આથી જ વખત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં રૂબરૂ મોકલી નામ નોંધાવ્યું હતું પરંતુ કોઇપણ કર્મચારી ઘરે રસી મુકવા આવ્યા નહીં. જેથી તેઓએ તેમના સંબંધી અને સામાજિક કાર્યકર નું સંપર્ક કર્યો હતો.

સામાજિક કાર્ય કરે પણ આરોગ્ય અમલદાર ને ફોન દ્વારા સંપર્ક કર્યો ત્યારે તેમણે આરોગ્ય કેન્દ્રના ડોક્ટર નો નંબર આપ્યો હતો અને એમ પણ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સરકારે જાહેરાત કર્યા બાદ 200થી વધુ સિનિયર સિટીઝનને ઘરે જઈને વેકસીન આપવામાં આવી છે. આરોગ્ય અમલદારે આપેલા નંબર ઉપર સામાજિક કાર્યકરે વારંવાર આજીજી કરી કે, સરકારે જાહેર કરેલી યોજના મુજબ સિનિયર સિટીઝન દંપતીને ઘરે જઈને કોરોના ની રસી આપવામાં આવે તેની સામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે એવી જાહેરાત કરી હતી કે આંગણવાડી માંથી મહિલા કાર્યકર તમારા ઘરે આવીને વેકસીન મૂકી જશે. પરંતુ તે વાતને પણ પંદર દિવસથી વધુ સમય થઈ ગયો છતાં પણ આજદિન સુધી કોઇપણ કર્મચારી સિનિયર સિટીઝન દંપતીના ઘરે વેક્સિન મુકવા ગયા નથી.



Google NewsGoogle News