Get The App

સુરત પાલિકા પાસે બાંકડાનો કોઈ હિસાબ જ નથી : લોકોની સુવિધા માટે ફાળવેલા બાંકડાઓની જગ્યા ખંડેર

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
સુરત પાલિકા પાસે બાંકડાનો કોઈ હિસાબ જ નથી  :  લોકોની સુવિધા માટે ફાળવેલા બાંકડાઓની જગ્યા ખંડેર 1 - image


Surat : સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પાલિકાના કોર્પોરેટર અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાંકડા આપવામાં આવે છે. જોકે, ગ્રાન્ટમાંથી આપવામાં આવતા મોટાભાગના બાંકડાનો દુરુપયોગ થતો હોવાથી લોકોના પરસેવાના ટેક્સના પૈસાનો વ્યય થતો હોવાની ફરિયાદ સાથે બાંકડા ક્યાં મુકાયા છે તેની તપાસની પણ માંગ ઉઠી રહી છે. હાલમાં પાલનપોર વિસ્તારની અવાવરુ જગ્યામાં આ બાંકડાઓ પડ્યા હોવાની વાત બહાર આવી છે. 

થોડા સમય પહેલાં કોર્પોરેટરો અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપવામાં આવતા બાંકડાનો દુરુપયોગ ફરિયાદ થઈ હતી ત્યારે આ બાંકડા લોકોના ટેરેસ, ઘર કે રેસ્ટોરન્ટ અથવા બોક્સ ક્રિકેટમાં મુકવામાં આવતા હોવાની ફરિયાદ હતી. પરંતુ હાલમાં પાલનપોર ગામ વિસ્તારમાં અવાવરુ જગ્યામાં પાલિકાને ચારેક બાંકડા પડ્યા હોવાનું બહાર આવ્યું છે. પાલિકાની વોર્ડ ઓફિસ નજીક જ ખુલ્લી જગ્યામા આ બાંકડા પડ્યા છે અને તેનો કોઈ ઉપયોગ થતો નથી. તો બીજી તરફ કેટલાક લોકો બાંકડા માટેની માંગણી કરે છે પરંતુ તેઓને બાંકડા મળતા ન હોવાની પણ ફરિયાદ છે. 

જ્યારે પાલિકાના કતારગામ ઝોનમાં એક સોસાયટી બહાર ગ્રાન્ટમાંથી મંજુર થયેલા બાંકડા મુકવામાં આવ્યા છે પરંતુ આ બાંકડા સોસાયટીની જાગીર હોય તેમ સોસાયટીના સભ્યો સિવાય બાંકડા પર કોઈએ બેસવું નહીં તેવી સૂચના લગાવી દેવામાં આવી છે. આમ બાંકડાના વધુને વધુ દુરુપયોગ થતો હોય લોકોના પરસેવાના ટેક્સમાંથી મુકાયેલા બાંકડાનો ઉપયોગ સામે અનેક પ્રશ્નો ઉભા થયાં છે.

Tags :