વડોદરામાં આજવા સરોવર ખાતે લાગેલા પોન્ટુન ઇન્સ્ટોલ કરવા 14% વધુ ભાવનું ટેન્ડર આવતા વિવાદ
Vadodara Corporation : આજવા સરોવર ખાતે લાગેલ પોન્ટુન વોક-વેને અનઈનસ્ટોલ કરી વોક-વે તથા પોન્ટુન ટૂંકચરને રીપેરીંગ કરી કન્સલ્ટન્ટ/નેવલ આર્કિટેક્ટના રીપોર્ટ મુજબ પુનઃ ઇન્સ્ટોલ તથા ટ્રેન્ધનીંગ કરવાના કામે આવેલ પ્રથમ લોએસ્ટ ઇજારદાર M/s. Aqua Machineries Pvt. Ltd.ની રૂ.2.10 કરોડનાં ખાતાનાં અંદાજીત ભાવ રૂ.1,83,75,703 ક૨તાં 14.28% વધુનાં ભાવપત્રકને સ્થાયી સમિતિની મંજૂરી મેળવી આપવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
પાલિકાની પાણી પુરવઠા શાખા અંતર્ગત આજવા સરોવર ખાતે 3 નંગ ફ્લોટીંગ પંપરોટ સહ 30 MLD ક્ષમતાના પોન્ટુન બેસાડેલ છે. આજવા સરોવરના લેવલમાં ઘટાડો થતાં પાણીની આવક ઓછી થતાં પાણીની ઘટને પૂરી પાડવા અર્થે પોન્ટુન પંપો ચાલુ કરી નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મા૨ફત શહે૨ને પાણી પુરુ પાડવામાં આવે છે. હાલમાં આજવા સરોવર ખાતે આવેલ 3 પોન્ટુન પંપો તા.13-05-2024ના રોજ સાંજના સમયે આવેલ વાવાઝોડાને કારણે તેની મૂળ સ્થિતીમાંથી ખસી જતા ઇન્ટેકવેલના સ્ટ્રક્ચર સુધી ખેંચાઈ ગયેલ હતા. ત્રણેય પોન્ટુન પંપોના વોક વે વાવાઝોડાને કારણે પાણીમાં પલ્ટી ખાઈ ગયેલ હતા. હાલમાં ત્રણ પોન્ટુન પંપ કાર્યરત છે. ત્રણેય પોન્ટુન પંપો તથા તેના વોક વેને જરૂરી રીપેરીંગ કરી મૂળ સ્થિતીમાં લાવી તથા સંલગ્ર આવશ્યક કામગીરી કરાવવા પાણી પુરવઠા વિભાગના સલાહકારની મંજૂરી મેળવી નિમણુંક કરેલ હતી. પોન્ટુન પંપ સેટ કાર્ય૨ત ક૨વા કોર્પોરેશનના સલાહકાર દ્વારા આપેલ સૂચન મુજબ પંપસેટના વોક વેના તમામ પ્લેટફોર્મને ભેગા કરી સંયુક્ત વોક વે બનાવી Winch machine દ્વારા Anchoring કરવા સહ વધુ પવન ફૂંકાય તેવા સંજોગોમાં પોન્ટુન પંપ સેટ પલ્ટી ન જાય તેની ખાત્રી કરી ડિઝાઇન તૈયાર કરી છે.
કામે GWSSB અને R&Bના SOR પ્રમાણે છે. માલસામાન SOR ભાવ ઉપલબ્ધ નથી તે માલસામાનનાં ભાવો ગુજરાત મરીન ટાઈમ બોર્ડના એસ્ટીમેટમાંથી લીધેલ છે. ગુજરાત મરીન ટાઈમ બોર્ડ ઉપલબ્ધ ન હોય તેવા માલસામાનનાં ભાવો માર્કેટ રેટ મુજબ કુલ રૂ.1,83,75,703 અંદાજ તૈયાર કરવામાં આવેલ છે. આ કામે ભાવપત્રકો મંગાવતા બે ઇજારદારોના ભાવપત્રક આવેલ. લોએસ્ટ ઇજારદાર M/s. Aqua Machineries Pvt.લી. રૂ.2,10,00,000નાં ખાતાનાં અંદાજીત ભાવ રૂ.1,83,75,703 કરતાં 14.28% વધુનાં ભાવપત્રકને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામા આવ્યું છે.