Get The App

VIDEO: 'અનામત માથાનો દુખાવો બની રહી છે...', ભાભરમાં ભાજપના મહિલા નેતાનું વિવાદિત નિવેદન

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
VIDEO: 'અનામત માથાનો દુખાવો બની રહી છે...', ભાભરમાં ભાજપના મહિલા નેતાનું વિવાદિત નિવેદન 1 - image


Banaskantha News : દેશભરમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતના બનાસકાંઠાના ભાભરમાં નગરપાલિકા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ મહિલા નેતાએ અનામત મુદ્દે નિવેદન આપ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રદેશ મંત્રીએ જાહેર મંચ પરથી અનામતનો વિરોધ કરીને કહ્યું કે, 'અનામત માથાનો દુખાવો બની રહી છે' તેવું વિવાદિત નિવેદન આપતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું.

ગુજરાતના જામનગર જિલ્લાના ભાભરના આઝાદ ચોક ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાય હતી. આ દરમિયાન કાર્યક્રમમાં જિલ્લાના ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબહેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી અનામતને લઈને આપેલા નિવેદન આપતા કહ્યું કે, 'તૃષ્ટીકરણની રાજનીતિ અને વોટ બેંકની નીતિના આધારે અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી. અનામત માથાનો દુખાવો બની રહ્યો છે. દેશમાં આપણું આર્થિક સ્તર સુધરીને 5માં સ્થાને જઈ રહ્યું છે. દેશની પ્રોપર્ટી-મિલકત આપણી જ છે મિત્રો, ભારતના નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે. રાષ્ટ્રભક્તિ ફક્ત 15મી ઓગસ્ટ કે 26માં જાન્યુઆરી નહીં પરંતુ આપણા અંદર દેશ પ્રત્યેની નિષ્ઠા હોવી જોઈએ.'

આ પણ વાંચો: કર્તવ્ય પથ પર રજૂ કરાયેલા ગુજરાતના ટેબ્લોને દેશમાં નંબર-1 પર લાવવાની તક, આવી રીતે આપો મત

એક તરફ ભાજપ કહેતુ આવ્યું છે કે, દેશમાં બંધારણ છે ત્યાં સુધી અનામતને કોઈ નાબૂત નહીં કરી શકે. ત્યારે બીજી તરફ, પ્રજાસત્તાક દિવસે બનાસકાંઠામાં ભાજપના મહિલા નેતાનું વિવાદસ્પદ નિવેદન સામે આવ્યું છે. જ્યારે નૌકાબહેન પ્રજાપતિએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, 'આ મારુ વ્યક્તિ નિવેદન હતું અને તેનાથી કોઈને હાની પહોંચી હોય તો હું માફી માંગું છે. પરંતુ આ કોઈ પાર્ટી વતી નિવેદન ન હતું.'


Google NewsGoogle News