Get The App

જામનગરમાં PGVCLની કચેરી ખાતે કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા વિરોધ કરી આવેદન પાઠવાયું

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
જામનગરમાં PGVCLની કચેરી ખાતે કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા વિરોધ કરી આવેદન પાઠવાયું 1 - image


Jamnagar PGVCL : સૌરાષ્ટ્ર કચ્છના 800 જેટલા પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા ભાવ વધારાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે જામનગર પીજીવીસીએલની કચેરી ખાતે પણ કોન્ટ્રાક્ટર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, અને પોતાની વિવિધ માગણી સાથે પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરને આવેદનપત્ર પાઠવાયું છે.

જામનગરમાં PGVCLની કચેરી ખાતે કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા વિરોધ કરી આવેદન પાઠવાયું 2 - image

જે આવેદન પત્રમાં કોન્ટ્રાકટર એસો. દ્વારા જણાવાયા અનુસાર અમારા સંગઠન દ્નારા વર્ષ 2022 થી સતત લેખિક તથા મૌખિક રજુઆતો કરીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળની અન્ય ત્રણ ડીસ્કોમમાં જે ભાવો આપવામાં આવે છે. તેમાં ખાસ કરીને એમ.જી.વી.સી.એલ.માં અમારા કરતા 40 ટકા વધારે ભાવો હોઈ, તે મુજબનો ભાવ વધારો આપવા રજુઆતી કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી.

 ખુબ જ પ્રતિકુળ ભૌગોલિક વાતાવરણ તથા વારંવાર વાવાઝોડા તથા અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ સમયે રાતદિવસ જોયા વગર કર્મયોગીઓ સાથે મળીને પાવર રીસ્ટોરેશન સમય મર્યાદામાં સુચારૂ રીતે કરી આપનાર કોન્ટ્રાકટર મિત્રોને તેમની વ્યાજબી રજુઆત છતાં ભાવ-વધારો કરી આપવામાં આવેલ ન હોઈ, સતત અમારા સંગઠનના સભ્યોમાં અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે.

જેથી તમામ કોન્ટ્રાક્ટર તા.11/11/2024 ના સોમવાર સાંજે 6.00 વાગ્યા બાદ તમામ જાતની કામગીરી બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર ઉતરે છે અને પોતાની માંગણી સંતોષવાના સંદર્ભમાં પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે.


Google NewsGoogle News