Get The App

ગુજરાત ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! હવે આ બેઠકના ઉમેદવારના વિરોધમાં બેનરો લાગ્યા

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
ગુજરાત ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! હવે આ બેઠકના ઉમેદવારના વિરોધમાં બેનરો લાગ્યા 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. ભાજપમાં છેલ્લા ઘણા દિવસોથી પક્ષમાં જ અસંતોષ જોવા મળી રહ્યો છે. એક તરફ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ છે તો બીજી તરફ જૂનાગઢમાં પણ ભાજપના ઉમેદવાર સામે પણ વિરોધ વંટોળ શરૂ થયો છે. ત્યારે હવે વલસાડ બેઠક પરના ભાજપના ઉમેદવારના વિરોધમાં બેનરો લાગ્યા છે. 

વલસાડ બેઠક પર ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી

ગુજરાતની વલસાડ બેઠક પરથી ભાજપે ધવલ પટેલને ઉમેદવાર જાહેર કર્યા બાદથી જ વિરોધ શરુ થયો છે. અગાઉ આયાતી ઉમેદવારને લઈને પત્ર વાયરલ થયો હતો જેમાં ઉલ્લેખ કરાયો હતો કે જે કઈ ભૂલ થઈ હોય એને સ્વિકાર કરી સારા ઉમેદવારને ટિકિટ આપો. હજુ ઘણો સમય છે. હજુય મોડુ થયુ નથી. ઉમેદવારને બદલ્યાસિવાય છૂટકો નથી. જે આવુ નહીં થાય તો ભાજપ પક્ષને ઘણુ નુકશાન થવાનુ છે. જો તમારે સત્ય જ જાણવુ હોય તો આઈબી પાસેથી રિપોર્ટ મંગાવો.

ગુજરાત ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! હવે આ બેઠકના ઉમેદવારના વિરોધમાં બેનરો લાગ્યા 2 - image

ધવલ પટેલના વિરોધમાં બેનરો લાગ્યા

નોંધનીય છે કે ધવલ પટેલના વિરોધમાં એક પછી એક સોશિયલ મીડિયામાં લેટર બોમ્બ વાયરલ થઈ ગયા બાદ હવે ધરમપુર વિધાનસભાના ગામોમાં તેમની વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરોમાં લખવામાં આવ્યું છે કે વલસાડ-ડાંગ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલનો ભાજપના કાર્યકર્તા તથા ગામ તરફથી ખુબ જ વિરોધ છે જેનો જવાબ ઈવીએમમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં પણ બેનરો લગાડવામાં આવ્યા છે અને તેમની ટિકિટ રદ કરવાની ક્ષત્રિયોએ માગ કરી છે.

ગુજરાત ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! હવે આ બેઠકના ઉમેદવારના વિરોધમાં બેનરો લાગ્યા 3 - image


Google NewsGoogle News