વડોદરામાં વિવિધ આવાસ યોજના હેઠળ 40,239માંથી હજુ 8232 મકાનોનું બાંધકામ ચાલુ
Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા મકાનો ફાળવવા માટેનો ડ્રો યોજાયો હતો. જેમાં 780 લાભાર્થીઓને ડ્રો દ્વારા મકાનોની ફાળવણી કરવામાં આવી હતી. પીએમ આવાસ યોજના, રાજીવ આવાસ યોજના અને શહેરી ગરીબો માટે બીએસયુપી આવાસ યોજનામા તૈયાર કરેલા અને બાકી રહેલા મકાનોના ફાળવણી ક૨વામાં આવી હતી. આ તમામ યોજનાઓ હેઠળ કુલ-40239 આવાસો બનાવવાની મંજૂરી મળેલ છે, જે પૈકી 32007 આવાસો પૂર્ણ કરેલ છે. જ્યારે 8232 આવાસો પ્રગતિ હેઠળ છે, પૂર્ણ કરેલ 32007 પૈકી 29104 આવાસોની ફાળવણી ક૨વામાં આવેલ છે. બાકીના આવાસોની ફાળવણી અંગે આગામી સમયમાં આયોજન હાથ ધરવામાં આવશે.
વડોદરા કોર્પોરેશન દ્વારા જે 780 લાભાર્થીઓને 59.54 કરોડના ખર્ચે મકાનો ફાળવ્યા છે. જેમાં સૌથી વધુ પ્રધાનમંત્રી આવાસ યોજના/મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત 29.32 કરોડના ખર્ચે સયાજીપુરા, હરણી, ગોત્રી, વાસણા, અટલાદરા, તાંદલજાના મકાનોનો સમાવેશ કરાયો છે. સમા ખાતે ઈડબલ્યુ એસ, એલઆઈજી તેમજ એમઆઈજી પ્રકા૨ના 251 મકાનો ફાળવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના લોક ભાગીદારી ઘટક હેઠળ કુલ 6.72 કરોડના ખર્ચે મધુનગ૨, સંજયનગ૨ તથા ગોત્રી ખાતે 112 મકાનો લાભાર્થીઓને આપ્યા છે. બીએસયુપી યોજના અંતર્ગત કુલ 13.40 કરોડના ખર્ચે સયાજીપુરા અને અટલાદરા ખાતે ઇડબલ્યુ એસ પ્રકા૨ના 263 મકાનો આપવામાં આવ્યા છે. જ્યારે રાજીવ આવાસ યોજના અંતર્ગત 10.10 કરોડના ખર્ચે તૈયાર કરેલા તાંદલજા તથા સયાજીપુરા ખાતે ઈ.ડબલ્યુ.એસ પ્રકારના કુલ 154 મકાનો લાભાર્થીઓને અપાયા છે.