Get The App

સોશિયલ મીડિયા પર ફેક આઇડી બનાવી યુવતીના ફોટા અપલોડ કરી બદનામ કરવાનું કાવતરું

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
સોશિયલ મીડિયા પર ફેક આઇડી બનાવી યુવતીના ફોટા અપલોડ કરી બદનામ કરવાનું કાવતરું 1 - image

image : Socialmedia

Vadodara : વડોદરા વાઘોડિયા રોડ પર રહેતી યુવતીનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી ફોટા અપલોડ કરીને કોઈ શખ્સે તેને સમાજમાં બદનામ કરવાનું કાવતરું ઘડ્યું છે. જેથી યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફેક આઈડી બનાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે હું મારી માસી સાથે રહું છું અને કપડાની દુકાનમાં નોકરી કરું છું. હું મારા ફોનમાં સોશિયલ મિડીયા પર સતત એક્ટિવ છું. પાંચ જૂનના રોજ રાત્રે હું મારા ઘરે હાજર હતી. ત્યારે મને મારા મિત્રએ મોબાઈલ નંબર પર ફોન કરી પુછયું હતું કે તારી આઇડી પરથી નોટિફિકેશન આવ્યું છે અને તે આઈ.ડી.ની પ્રોફાઈલમા તારો ફોટો છે તો તે આઈ.ડી, તારી છે ? જેથી મેં તેને ના પાડી હતી અને તેની પાસેથી તે આઈ.ડી.ના સ્ક્રીનશોટ વોટ્સએપ પર મંગાવેલ જે સ્ક્રીન શોર્ટ જોઈ તેમાં જે આઇડી હતી તે આઈ.ડી. મારા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.થી સર્ચ કરી જોતા તે આઈ.ડી.ની પ્રોફાઈલમાં મારો ફોટો મુકેલો હતો. ત્યારબાદ મેં મારા બીજા બધા મિત્રોને આઈ.ડી.ને ફેક આઈ.ડી.તરીકે રીપોર્ટ કરવા જણાવ્યું હતું. આ ફેક આઈડી મારી જાણ બહાર કોઈ પણ રીતે મારી માહિતી મેળવી લઈ મારા ફોટાનો દુર ઉપયોગ કરીને સમાજમા મારું નામ બદનામ કરવાના બદ ઇરાદે સોશિયલ મીડિયા પર ફેક આઈ.ડી બનાવ્યું હતું. જેથી મને બદનામ કરવાનું કાવતરું કરનાર શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી યુવતી પોલીસ સમક્ષ માંગણી પણ કરી છે

.


Google NewsGoogle News