વડોદરામાં ભાજપ શહેર-જિલ્લા પ્રમુખની સાથે બે મહામંત્રીના નામની જાહેરાત અને ચૂંટાયેલા પ્રતિનિધિને હોદ્દો નહીં આપવા વિચારણા
Vadodara BJP : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને શહેર જિલ્લાના પ્રમુર્ખાની નિમણૂકોનો મામલો પ્રથમવાર કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચ્યો હતો. હવે ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી આવી રહ્યા છે ત્યારબાદ નામો જાહેરાત થશે તેમ જાણવા મળે છે. આ વખતે પ્રથમ વખત શહેર-જિલ્લાની નિમણૂંકોનો મામલો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચ્યો છે. શહેર-જિલ્લાના પ્રમુખોની નિમણૂંકોની સાથે સાર્થે બે મહામંત્રીના નામની પણ જાહેરાત કરવાની વિચારણા ચાલી રહી છે એટલું જ નહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ કોઈ હોદ્દો આપવામાં આવે નહીં જેથી નામોની યાદી જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા ભાજપની પ્રણાલિકા તોડી સંગઠન મંત્રીને વિશ્વાસમાં લીધા વિના માનીતાઓને શહેર-જિલ્લાના પ્રમુખપદે નિયુક્તિ આપી તેવા આક્ષેપો પણ થયા હતા. તે બાદ અવારનવાર કેટલાક જિલ્લા પ્રમુખો સામે વિરૂધ્ધનું વાતાવરણ ઉભુ થતા ભાજપમાં જૂથબંધી પરાકાષ્ઠાએ પહોંચી હતી. એટલું જ નહીં તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં પણ ઉમેદવારની જાહેરાત થયા પછી પણ વિવાદો સર્જાયા હતા.
ભાજપ આ વખતે પ્રથમ વખત મતદાન વિનાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી શહેર-જિલ્લામાં ઉમેદવારી કરનારાના ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. કોઈ મતદાન વિના તમામ ફોર્મ પ્રદેશ સમિતિમાં અને ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં નામોની યાદી પહોંચી હતી. ગુજરાતના તમામ શહેર-જિલ્લાના પ્રમુખોની યાદી તૈયાર થઇ ગઇ હતી અને તા.10મીએ તેની જાહેરાત કરવાના હતા પરંતુ નામોની યાદી જાહેર થઈ નહીં. જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમાંથી કોઈને પણ પ્રમુખ કે મહામંત્રીનો હોદો આપવામાં આવશે નહીં તેમ માનવામાં આવે છે. તેની સાથે સાથે શહેર જિલ્લાના ત્રણ મહામંત્રીની પોસ્ટમાંથી બે પોસ્ટ પર નિમણૂક જાહેર કરી દેવામાં આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે.