પીપળીયાની નકલી સ્કૂલનું 6 ખાનગી સ્કૂલો સાથે કનેક્શન, મળી આવ્યા LC અને માર્કશીટ

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
Gauri School Piplia


Fake School Piplia : ગત થોડા દિવસો પહેલાં રાજકોટ શહેરની નજીક આવેલા માલીયાસણ પાસે આવેલા પીપળીયા ગામે કોઇપણ પ્રકારની શૈક્ષણિક માન્યતા વગર લાંબા સમયથી ગૌરી ઇંગ્લીશ સ્કૂલ ચાર દુકાનોમાં ચલાવવામાં આવતી હોવાની માહિતી મળી હતી. તેના આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ટીમે સ્થળ ઉપર તપાસ કરી વિગતો મેળવતા વાલીઓ પાસેથી ફી ઉઘરાવી અહીં નકલી શાળા ચલાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો હતો. ત્યાર આ મામલે પોલીસ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

પીપળીયાની નુતનનગરમાં આવેલી નકલી શાળાની અન્ય 6 શાળાઓ સાથે મિલિભગત હોવાનું પણ જાણવા મળ્યું છે. શિક્ષણ વિભાગની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ નકલી શાળામાં ધોરણ 1 થી માંડીને ધોરણ 10 ના 43 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.  આ ઉપરાંત ગૌરી સ્કૂલમાં રાજકોટની અન્ય 6 ખાનગી સ્કૂલોના લિવિંગ સર્ટિફિકેટ અને માર્કશીટ મળી આવી છે જેથી અનુમાન લગાવામાં અવી રહ્યું છે કે ગૌરી શાળાની અન્ય શાળાઓ સાથે મિલીભગત હોઇ શકે છે. 

તપાસ નકલી શાળાના અસલી ડોક્યુમેન્ટ અને વિદ્યાર્થીઓએ આપેલ ફીની પંહોચ પણ મળી છે. અને આ બાબતનો પર્દાફાશ થયો. મળી આવેલ ડોક્યુમેન્ટ મુજબ કાત્યાયનીબેન અને સંદિપ તિવારી આ શાળાનું સંચાલન કરી રહ્યા છે. શાળા સંચાલક તરીકેના હોદ્દાનીરૂએ તેઓ શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 400, રૂ. 500 અને રૂ. 800 એમ અલગ અલગ ફી ઉઘરાવવામાં આવતા હતા.

આ રીતે ફૂટ્યો સમગ્ર ભાંડો

સૂત્રો પાસેથી એવી પણ વિગતો સામે આવી છે કે સ્કૂલમાં પહેલા ધોરણથી 10 ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. આ સ્કૂલમાંથી એક વિદ્યાર્થીએ લિવિંગ સર્ટિફિકેટ ન આપતા નકલી સ્કૂલનો ભાંડો ફૂટ્યો હતો. જો કે શિક્ષણ વિભાગના અધિકારીઓને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે શાખ બચાવવા માટે તાત્કાલિક દોડી ગયા હતા અને સ્કૂલને સીલ કરી દીધી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. 


Google NewsGoogle News