Get The App

'ભાજપ હાય... હાય... ગૃહ મંત્રી-મુખ્ય મંત્રી શરમ કરો', વડોદરામાં કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઘર્ષણ

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
Congress Workers Protest In Vadodara


Congress Workers Protest In Vadodara: વડોદરામાં ભયાનક પૂરની સ્થિતિ બાદ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપને ઘેરવામાં કોઈ કચાશ બાકી રાખી નહોતી. આજે વડોદરા કલેક્ટરની કચેરીએ પહોંચીને 'ભાજપ હાય...હાય...', 'શહેરના ધારાસભ્ય, સાંસદ, ગૃહમંત્રી-મુખ્યમંત્રી શરમ કરો...શરમ કરો...'ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના દેખાવના આયોજનને પગલે પોલીસે કોંગ્રેસીઓને રોકવાના પ્રયાસ કર્યા હતા. જો કે કોંગ્રેસના કાર્યકરોએ જરાય કૂણું વલણ ન દાખવતાં આક્રમક રીતે નારેબાજી ચાલુ રાખતાં મામલો બીચક્યો હતો અને પોલીસ સાથે જ ઝપાઝપી થવા લાગી હતી. 

Vadodara

કોંગ્રેસનો આક્રમક દેખાવ

કોંગ્રેસે આક્રમક દેખાવો કરીને કલેક્ટર કચેરી માથે લીધી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે એવી શરત મૂકી હતી કે, પાંચ જ લોકો કલેક્ટરને આવેદનપત્ર આપવા જશે. પરંતુ કોંગ્રેસના તમામ કાર્યકરો કલેક્ટર કચેરીની ઑફિસમાં ઘૂસી ગયા હતા. આ તબક્કે શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોની પોલીસ સાથે ધક્કા ર્મુક્કી પણ થઈ હતી.

આ પણ વાંચો:  48 વર્ષે વિનાશક પૂર બાદ વડોદરામાં આક્રોશ, ભાજપના કદાવર નેતાઓને લોકોએ ભગાડ્યા

કોંગ્રેસે આવેદનપત્ર આપીને પૂર પીડિતોને વળતર આપાવ માટે માગ કરી હતી. વિરોધ વધારે ઉગ્ર બની રહેલો જોઈને જોઇન્ટ પોલીસ કમિશ્નરને પણ કલેક્ટર કચેરી ખાતે દોડવું પડ્યું હતું.

'ભાજપના નેતાઓના મોલ અને ઘર તોડો, પ્રજાના એક વર્ષના વેરા માફ કરો' 

કોંગ્રેસના શહેર પ્રમુખે રજૂઆત કરતા કહ્યું હતું કે, 'દર વખતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શહેરની મુલાકાતે આવે છે. ત્યારે પોલીસ કાંતો અમને પકડી જાય છે અથવા તો નજર કેદ કરી લે છે. વડોદરાની પ્રજાને કેશડોલના નામે 1000-2000 રુપિયા આપીને મશ્કરી કરવામાં આવી રહી છે. લોકોનો એક વર્ષનો ઘર વેરો, લાઇટ બિલ માફ કરવામાં આવે. વિશ્વામિત્રીના કિનારા પર દબાણો કરીને બનાવાયેલા મોલ તેમજ હોટલો અને ભાજપના નેતાઓના બંગલા તોડવામાં આવે. સરકારના મંત્રીઓ માત્ર ફોટો શેસન કરવા માટે વડોદરા આવ્યા છે.'

'ભાજપ હાય... હાય... ગૃહ મંત્રી-મુખ્ય મંત્રી શરમ કરો', વડોદરામાં કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઘર્ષણ 3 - image


Google NewsGoogle News