Get The App

આદિવાસીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવા મુદ્દે ગૃહમાંથી કોંગ્રેસ આપનું વોક આઉટ

Updated: Feb 25th, 2025


Google NewsGoogle News
આદિવાસીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવા મુદ્દે ગૃહમાંથી કોંગ્રેસ આપનું વોક આઉટ 1 - image


Congress Walk Out: આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં આદિવાસી સમાજની બંધ કરવામાં આવેલી સ્કોલરશીપ મુદ્દે હંગામો થયો હતો. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. આ ધારાસભ્યો વિધાનસભા ગૃહની બહાર સરકાર વિરોધી સુત્રોચાર ચાલુ કર્યા હતા અને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું.

આદિવાસી સમાજના વિધાર્થીઓની સ્કોલરશીપ મુદ્દે ધારાસભ્ય ડૉ તુષાર ચૌધરીએ જણાવ્યું કે  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી. આ સ્કોલરશીપ મેનેજમેન્ટ ક્વોટામાં આપવામાં આવતી હતી જે હવે રાજ્ય સરકાર દ્વારા એક ઠરાવ કરીને બંધ કરી દીધી છે. આ યોજના મુદ્દે પ્રશ્ન પૂછ્યો તો સરકારે જવાબ ન આપ્યો અને વાર્તા કરી. અમારી માંગ હતી કે જવાબ આપો કે યોજના ફરી ચાલુ કરવા માંગો છો કે નહીં. 

આદિવાસીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવા મુદ્દે ગૃહમાંથી કોંગ્રેસ આપનું વોક આઉટ 2 - image

આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે ભાજપની આ સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ આ યોજનામાં બંધ કરવા માટે ઠરાવ કર્યો હતો. અમારી માંગ છે કે આદિવાસીઓ સમાજની આ શિષ્યવૃત્તિ ચાલુ કરાવવાના આવે. આ આદિવાસી વિરોધી ભાજપ સરકારને શું જરૂર પડી કે આદિવાસીઓની શિક્ષણની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી. 

અનંત પટેલે જણાવ્યું કે આદિવાસી સમાજ ભણે એ આ સરકારને ગમતું નથી, સરકારને ગમતું નથી કે આદિવાસી સમાજ આગળ આવે, મંત્રી કુબેર ડિંડોલ આદિવાસી સમાજના શિક્ષણની વાત કરતા નથી.  આદિવાસી સમાજના એક પણ ભાજપના ધારાસભ્યે અમને સમર્થન કર્યું નથી પરંતુ અમે આદિવાસી સમાજના વિધાર્થીઓ અને સમાજ સાથે છીએ. આદિવાસી સમાજની સ્કોલરશીપ બંધ થતા મેનેજમેન્ટ ક્વોટામાં અભ્યાસ કરતા આશરે 60,000 જેટલા વિધાર્થીઓનું શિક્ષણ અટવાયું છે.


Google NewsGoogle News