Get The App

પાટણની HNGU યુનિવર્સિટીના કૌભાંડમાં સરકારની જ સંડોવણી, બે વર્ષ પછી પણ સરકાર ઘોર નિદ્રામાં

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
પાટણની HNGU યુનિવર્સિટીના કૌભાંડમાં સરકારની જ સંડોવણી, બે વર્ષ પછી પણ સરકાર ઘોર નિદ્રામાં 1 - image


Patan HNGU Scam : ગુજરાતમાં શિક્ષણને લઈને અવાર-નવાર પ્રશ્નો ઊભા થતાં રહે છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર સરકારી યુનિવર્સિટીમાં કૌભાંડની ઘટના ફરી સામે આવી છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ વિદ્યાર્થીઓની પુરવણી બદલી તેમને પાસ કરી દેવાયા હોવાનું સામે આવ્યું હોવા છતાં સરકાર કોઈ નક્કર પગલાં લેવા તૈયાર નથી.

બે વર્ષ છતાં ફરિયાદ પણ નથી લેવાઈ

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અને પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે આજે પત્રકાર પરિષદ યોજી યુનિવર્સિટી કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીના આક્ષેપ કર્યાં હતાં. અમિત ચાવડાએ આરોપ મુક્યો છે કે, 'ભાજપના નેતાઓને કોઈ જાતની શરમ નથી રહી. પાટણની  પાટણની HNGU પરીક્ષામાં ગુણ સુધારવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેની તપાસની માંગણી કરવામાં આવી હતી. 2021 માં આ ઘટના બની હતી છતાં હજુ સુધી તેની કોઈ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં નથી આવી.'

આ પણ વાંચોઃ અમદાવાદમાં બનશે સૌથી મોટો ફૂડ પાર્ક, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સની ભારત મુલાકાત વખતે લેવાયેલો નિર્ણય

સરકાર કૌભાંડીઓને બચાવે છેઃ કિરીટ પટેલ

કોંગ્રેસ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે આ મુદ્દે રજૂઆત કરતાં કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યું હતું અને પોલીસ રિપોર્ટમાં પણ ગુનો દાખલ કરવા માટેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને આપવામાં આવ્યો હતો. વિપક્ષના આરોપ મુજબ બે વર્ષ થઈ ગયાં છે, તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને સરકાર કૌભાંડીઓને બચાવી રહી છે. એક બાજુ વિદ્યાર્થીઓનું હિત જોખમાઈ રહ્યું છે અને બીજી બાજુ સરકાર કૌભાંડીઓને બચાવવામાં પડી છે. 

રિપોર્ટમાં થયો હતો ખુલાસો

પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે જણાવ્યું કે, 'જે તે વખતે ACS હોમ પંકજ કુમાર દ્વારા તપાસ કરાવવામાં આવી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓની 120 પુરવણી બદલી દઈ પાસ કરી દેવાયા હતાં. યુનિવર્સિટીની તપાસ માં પણ આ કૌભાંડ બહાર આવ્યું હતું અને 22-12-2022 ના રોજ શિક્ષણ સચિવને પત્ર પણ લખ્યો હતો. જેમાં જવાબદાર સામે કાર્યવાહી કરી સાત દિવસમાં રિપોર્ટ કરવાની વાત કરી હતી. સરકારનો નિયમ છે છતાં ગુનેગારોને નિવૃત્ત કરીને અમુક અધિકારીઓને લાભ આપી દેવામાં આવ્યા, અમે નામદાર હાઇકોર્ટમાં રિપોર્ટ અમે CID ક્રાઈમનો રિપોર્ટ રજૂ કર્યો જેમાં જે. જે વોરા અને અન્ય ત્રણ વિદ્યાર્થીઓનું નામ હતું.'

આ પણ વાંચોઃ અમદાવાદમાં પડતર પ્રશ્નોને લઇને ABVPનો સૂત્રોચ્ચાર સાથે હોબાળો, જીટીયુના કુલપતિને ધક્કે ચડાવ્યા

કૌભાંડમાં સામેલ આરોપીઓ સામે ભારતીય ફોજદારી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવાનો હતો પણ ગુનો દાખલ કરવામાં ન આવતા આજે કોંગ્રેસ પક્ષના નેતા અને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.


Google NewsGoogle News