Get The App

'નોકરી આપો, નશો નહીં...', અદાણી પોર્ટની બહાર વિરોધ પ્રદર્શન કરાયા, 30ની અટકાયત બાદ મુક્તિ

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
'નોકરી આપો, નશો નહીં...', અદાણી પોર્ટની બહાર વિરોધ પ્રદર્શન કરાયા, 30ની અટકાયત બાદ મુક્તિ 1 - image


Congress protests outside Adani Port in Mundra: ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચીબ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. ત્યારે મુન્દ્રા ખાતે નોકરી દો, નશા નહીં' કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું હતું. પોર્ટ ખાતે અદાણી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગી આગેવાનો કાર્યકરોની સભા સ્થળથી ઝીરો પોઈન્ટ સુધી રેલી નીકળી હતી. જેમાં પોલીસ અને આગેવાનો વચ્ચે ઝપાઝપી થઈ હતી. 30 જેટલા કોંગ્રેસના કોર્યકરોને અટકાયત બાદ મુક્ત કરાયા હતા.

'અદાણીના લીધે ભારત દેશની છબી પણ ખરાબ થઈ'

ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિબએ જણાવ્યું હતું કે, 'ભાજપ સરકાર માત્ર ગુજરાત જ નહીં દેશભરના યુવાનોને બરબાદ કરી રહી છે. મુન્દ્રા પોર્ટથી ભાજપ સરકાર અને અદાણીની જુગલબંધીના લીધે 50,000 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સ કોના ઈશારે આવી રહ્યું છે તે દેશ વાસીઓને ખબર છે. સરકારને તમામ માહિતી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી. આજના યુવાનોને નશાની જરૂર નથી, પણ નોકરીની જરૂર છે. અદાણીના લીધે ભારત દેશની છબી પણ ખરાબ થઈ રહી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ, કેન્યા અદાણી કંપની બ્લેક લિસ્ટ કરવામાં આવી છે અને તેની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તેના લીધા વિશ્વમાં ભારત માતાની છબી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.'

આ પણ વાંચો: 'ગિરીશ કોટેચા તું છે કોણ, શું તું ધર્મનો ઠેકેદાર છે...?', મહંત મહેશગિરી બરાબરના ભડક્યાં


ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહે જણાવ્યું હતું કે, યુવાનોના સંઘર્ષની લડાઈ યુથ કોંગ્રેસ આવનારા સમયમાં લડશે. આજે ગુજરાતમાં બેરોજગારીનો દર ખૂબ જ ઊંચો છે અને ગુજરાતના પ્રદેશ યુવાનો પાસે ડિગ્રી છે પરંતુ નોકરી નથી.'

'નોકરી આપો, નશો નહીં...', અદાણી પોર્ટની બહાર વિરોધ પ્રદર્શન કરાયા, 30ની અટકાયત બાદ મુક્તિ 2 - image


Google NewsGoogle News