VIDEO: કોંગ્રેસના MLA કિરીટ પટેલની હાજરીમાં કાર્યકરે પોલીસ કર્મચારીને ઝીંકી દીધો લાફો, 14ની અટકાયત
Patan : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી આજે (16 ડિસેમ્બર) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ કોંગ્રેસ અને NSUIના આગેવાનો દ્વારા ભૂખ હડતાલ કરવામાં આવી હતી. જો કે આ સંપુર્ણ કાર્યક્રમનું આયોજન કોઈપણ જાતની પરવાનગી લીધા વિના કરવામાં આવ્યું હતું જેને પગલે પોલીસે તેમના કાર્યક્રમમાં ભંગ પાડ્યો હતો. તે દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણનો મામલો સર્જાયો હતો. એવામાં એક કાર્યકરે ધારાસભ્યની કિરીટ પટેલની હાજરીમાં એક પોલીસ કર્મીને લાફો ઝીંકી દીધો હતો. જેને કારણે આ મામલાએ મોટું સ્વરુપ ધારણ કર્યું.
યુનિવર્સિટીમાં કેટલાક કાર્યકરો તેમજ ધારાસભ્યના પોલીસ સાથે થયેલ હંગામા બાબતે પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ બનાવમાં પૂછપરછ માટે કેટલાક કાર્યકરોની અટકાયત કરી છે. જેમાં તાલુકા પંચાયતના સભ્ય સોહમ પટેલ તેમજ કોર્પોરેર્ટર ભરત ભાટિયા સહીતના કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા છે.
એક ચર્ચા મુજબ ધારાસભ્ય કિરીટભાઈ પટેલની પણ પૂછપરછ થવાની સંભાવનાઓ છે. 14ના નામ જોગ તેમજ 200 લોકોના ટોળા સામે પોલીસ કર્મચારીઓ પર હુમલા બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ડીટેન કરાયેલ કાર્યકરોને પોલીસે ગુપ્ત સ્થળે રાખવામાં આવ્યા છે.
દાખલ કરવામાં આવેલ ફરિયાદમાં આરોપીઓની યાદી
1 ધારાસભ્ય કિરીટ પટેલ
2 ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર
3હાર્દિક પટેલ
4 સોહમ પટેલ
5અમિત પ્રજાપતિ
6 ભરત ભાટીયા _પાટણ પાલિકા કોર્પોરેટર
7 અદનાન મેમણ
8 દાદુશી ઠાકોર જિલ્લાના nsui પ્રમુખ
9 હિતેશ દેસાઈ શહેર પ્રમુખ nsui
10 મેહુલ દાન ગઢવી
11 જયેશ ચૌધરી _NSUI પ્રદેશ મહામંત્રી
12 પ્રેમ કિરીટભાઈ પટેલ (ધારાસભ્ય કિરીટ પટેલનો પુત્ર )
13 નિખિલ પટેલ
14 ગેમર દેસાઈ ( પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ )
કોંગ્રેસ અને એનએસયુઆઇના મળી કુલ 200 કાર્યકરો.
આ પણ વાંચોઃ પોલીસ ભરતી અંગે મોટા સમાચાર: બિન હથિયારી PSI-કોન્સ્ટેબલની શારીરિક કસોટીની તારીખ જાહેર