VIDEO: ખેડૂતોના દેવા માફ કરો, OPS લાગુ કરો, રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો...,કોંગ્રેસે બજેટનો કર્યો વિરોધ
Amit Chavda On 2024-25 Budget : ગુજરાત રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુરુવારે (20 ફેબ્રુઆરી) વર્ષ 2024-25 નું બજેટ રજૂ કર્યું. જેમાં નાણાંમંત્રી દ્વારા શિક્ષણ, ખેડૂતો, પશુપાલન, રોજગારી સહિત અનેક યોજનાને લઈને બજેટમાં જાહેરાત કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસે બજેટને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોના દેવા માફ કરો, OPS લાગુ કરો, રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો સહિતની માગ મુકી હતી. ધારાસભ્ય અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે.
રાજ્યમાં 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ આ બજેટને ચીલાચાલુ ગણાવ્યું હતું અને આમાં કઈ નવું નથી, ગામડા તોડાવાવાળું બજેટ છે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'ગુજરાતની જનતાની આશા હતી કે, બજેટમાં મોંઘાવારી રાહત મળશે, યુવાનો રોજગારી મળશે, ફિક્સ વેતન દૂર થશે, પરંતુ તમામ પર આશા ઠગારી નીકળી છે.'
આ પણ વાંચો: લોનથી લઈને ભાડાપટ્ટા સુધી ગુજરાતનાં બજેટમાં સ્ટેમ્પ ડ્યુટી પર ત્રણ મોટી રાહત
હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારો સહિતના મુદ્દાને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ કહ્યું હતું કે, 'રત્ન કલાકારોને આર્થિક પેકેજની આશા હતી, પરંતુ ન મળ્યું. બહેનોને લગતી યોજના, આશા વર્કર, આંગણવાડીની બહેનોના લઘુતમ વેતનમાં વધારો, સરકારી કર્ચમારીઓને OPS લાગુ કરો કરવા સહિતમાં આશા ઠગારી નીકળી છે. શહેરીકરણ માટે બજેટ વધાર્યું, પરંતુ ગામડાઓમાં કોઈ વિશેષ જોગવાઈ નથી તેવું જણાવીને ગામડાઓ તોડી નાખ્યા. ખેડૂતોની આવકમાં વધારો થાય તેવી કોઈ આયોજન આ બજેટમાં જોવા મળ્યું ન હતું. આમ આ બજેટ ફક્ત જાહેરાતોવાળું છે.'