Get The App

ગાંધી જયંતીના આગલા દિવસે 500 કરોડના સહારા કૌભાંડમાં કોંગ્રેસના નેતાઓએ માફી માંગી, રૂપાણીએ સ્વીકારી

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
CONGRESS


500 crore Sahara Scam: રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે બે વર્ષ અગાઉ કોંગ્રેસના નેતાઓ દ્વારા 500 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના પગલે તેમણે તત્કાલીન વિપક્ષ નેતા સહિત ચાર જેટલા વ્યક્તિઓ સામે ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કર્યો હતો. જોકે આરોપીઓએ બિનશરતી માફી માગી લેતા આ દાવો પરત ખેંચવામાં આવ્યો છે.

રાજકોટમાં જમીન ઝોન કૌભાંડ વિપક્ષે ચગાવ્યું છતાં રૂપાણીએ માફી ગ્રાહ્ય રાખી

તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સહારા કંપનીની જમીનમાં ઝોનફેર કરી 500 કરોડ રૂપિયા કરતાં વધારે રકમનું નાણાકીય કૌભાંડ કરવામાં આવ્યું હોવાની આક્ષેપ કરતી પ્રેસ કોન્ફરન્સ તત્કાલીન વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના ધારાસભ્ય એવા સી.જે ચાવડા, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર દ્વારા કરવામાં આવી હતી. જેમાં વિપક્ષ નેતાના પર્સનલ આસિસ્ટન્ટ પ્રવીણ પરમાર પણ હાજર હતા. આક્ષેપને પગલે રાજકીય માહોલ ગરમાયો હતો અને જેના પગલે વિજય રૂપાણી દ્વારા ગાંધીનગર કોર્ટમાં આ ચારેય વ્યક્તિઓ સામે બદનક્ષીનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. 

કોંગ્રેસના નેતાઓએ જાહેરમાં અને કોર્ટમાં માફી માગી

જોકે આ સમયે રૂપાણી દ્વારા તેમની ઉપર કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે અને કોંગ્રેસના નેતાઓ દ્વારા જાહેરમાં અને ત્યારબાદ કોર્ટમાં માફી માગી લેવામાં આવશે તો દાવો પરત ખેંચવાની પણ તૈયારી બતાવી હતી ત્યારે ગાંધીનગર કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. 

ગાંધી જયંતીના આગલા દિવસે 500 કરોડના સહારા કૌભાંડમાં કોંગ્રેસના નેતાઓએ માફી માંગી, રૂપાણીએ સ્વીકારી 2 - image

આ પણ વાંચો: 'CM ને પણ કહી દેજો કે ધારાસભ્ય આવુ બોલતા હતા..' અધિકારીઓ પર બગડ્યાં પબુભા માણેક

આરોપીઓ સામે સમન્સ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું

જેમાં કોર્ટ દ્વારા આરોપીઓ સામે સમન્સ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓ કોર્ટમાં હાજર રહેતા ન હતા અને કોર્ટ દ્વારા આખરી મુદતનો હુકમ કરવામાં આવ્યો હતો અને જો આરોપીઓ હાજર ન થાય તો તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવશે તેવું પણ જણાવી દેવામાં આવ્યું હતું. 

વિજય રૂપાણીએ દાવો પાછો ખેંચી લેવાનો કર્યો નિર્ણય

જેના પગલે આ આરોપીઓ કોર્ટમાં હાજર થયા હતા અને બિનશરતી માફી માગી લેવામાં આવી હતી. જેથી કોર્ટ દ્વારા ફરિયાદી એવા વિજય રૂપાણીને આગળ કેસ ચલાવો છે કે નહીં તે સંદર્ભે પૂછવામાં આવ્યું હતું પરંતુ તેમણે દાવો પાછો ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો.

ગાંધી જયંતીના આગલા દિવસે 500 કરોડના સહારા કૌભાંડમાં કોંગ્રેસના નેતાઓએ માફી માંગી, રૂપાણીએ સ્વીકારી 3 - imageગાંધી જયંતીના આગલા દિવસે 500 કરોડના સહારા કૌભાંડમાં કોંગ્રેસના નેતાઓએ માફી માંગી, રૂપાણીએ સ્વીકારી 4 - image

ગાંધી જયંતીના આગલા દિવસે 500 કરોડના સહારા કૌભાંડમાં કોંગ્રેસના નેતાઓએ માફી માંગી, રૂપાણીએ સ્વીકારી 5 - imageગાંધી જયંતીના આગલા દિવસે 500 કરોડના સહારા કૌભાંડમાં કોંગ્રેસના નેતાઓએ માફી માંગી, રૂપાણીએ સ્વીકારી 6 - image


Google NewsGoogle News