ગુજરાતમાં કોંગ્રેસે વધુ 7 લોકસભા ઉમેદવારો ફાઈનલ કર્યા! આજકાલમાં જાહેરાત કરે તેવી શક્યતા

લોકસભાની ચૂંટણીના તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે

પહેલા તબક્કાનું આજે નોટિફિકેશન પણ જાહેર થઇ ગયું

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં કોંગ્રેસે વધુ 7 લોકસભા ઉમેદવારો ફાઈનલ કર્યા! આજકાલમાં જાહેરાત કરે તેવી શક્યતા 1 - image


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત થઈ ચૂકી છે. તેનું ટાઈમટેબલ જાહેર થઈ ગયા બાદ પહેલા તબક્કાનું આજે નોટિફિકેશન પણ જાહેર થઇ ગયું છે. હવે આ વચ્ચે બાકીના ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની શક્યતાઓ વધી ગઇ છે. ગુજરાતમાં કોંગ્રેસે અગાઉ 7 ઉમેદવારો જાહેર કર્યા હતા અને અને હવે તેણે વધુ 7 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી લીધાની ચર્ચા છે. 

કોને કોને કઈ કઈ બેઠક પરથી ઉતારવાની તૈયારી...? 

ગુજરાત લોકસભા બેઠકો માટે નવા 7 ઉમેદવારોની યાદી આજકાલમાં જાહેર થઇ શકે છે. તેમાં આણંદથી અમિત ચાવડા, પાટણથી ચંદનજી ઠાકોર, દાહોદથી પ્રભાબેન તાવિયાડ, ખેડાથી કાળુસિંહ ડાભી, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ અને સાબરકાંઠાથી તુષાર ચૌધરીને ચૂંટણી મેદાને ઉતારવામાં આવે તેવી ભરપૂર શક્યતા છે. જોકે હજુ આ મામલે કોઈ પુષ્ટી થઇ શકી નથી. 

આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનમાં લડશે કોંગ્રેસ 

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે 7 બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા હતા. બે બેઠક આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને તેને પણ ફાળવી હતી. જ્યારે બીજી બાજુ ભાજપ 22 નામો જાહેર કરી ચૂક્યો છે અને તેણે પણ 4 ઉમેદવારોના નામ ફાઈનલ કરવાના બાકી છે.

ગુજરાતમાં કોંગ્રેસે વધુ 7 લોકસભા ઉમેદવારો ફાઈનલ કર્યા! આજકાલમાં જાહેરાત કરે તેવી શક્યતા 2 - image


Google NewsGoogle News