પરેશ ધાનાણીએ રાજકોટથી ઉમેદવારી પત્ર ભર્યું, ક્ષત્રિયાણીઓએ પહેરાવી પાઘડી, દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
પરેશ ધાનાણીએ રાજકોટથી ઉમેદવારી પત્ર ભર્યું, ક્ષત્રિયાણીઓએ પહેરાવી પાઘડી, દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત 1 - image


Lok Sabha Elections 2024: ગુજરાતની તમામ બેઠકો પર આજે(19મી એપ્રિલ) ઉમેદવારી નોંધવવાનો છેલ્લો દિવસ છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા બહુમાળી ભવન ચોક પાસે રેસકોર્સના મેદાનમાં જાહેર સભા યોજવામાં આવી હતી. પરેશ ધાનાણી સભાસ્થળે પહોંચતા ક્ષત્રિયાણીઓએ તિલક અને પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને નયનાબા જાડેજા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. 

પરેશ ધાનાણીની સભામાં વીજળી ગૂલ

રાજકોટ બેઠકથી કોંગ્રેસ ઉમેદાવાર પરેશ ધાનાણી જાહેર સભાને સંબોધતી વખતે અચાનક વીજળી ગૂલ થઈ હતી. ચાલુ સભામાં વીજળી ગૂલ થતાં પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે, 'સૌરાષ્ટ્રના પાટનગરમાં ધોળા દિવસે વીજળી ગુલ થઈ, આ વિકાસને હરાવવાનો છે.'

ગાંધીનગર બેઠકથી ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી પત્ર ભર્યું 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી વખત ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે. તેના ભાગરૂપે તેમણે ગાંધીનગરથી ઉમેદવારી પત્ર ભરી દીધું છે. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ નવસારીથી ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે સી આર પાટીલ ગુરુવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના હતા પરંતુ રોડ શોમાં વિજય મુહૂર્ત નીકળી જતા તેમણે આજે ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો: અત્યાર સુધીમાં સૌથી વધુ 53.04% મતદાન ત્રિપુરામાં, સૌથી ઓછું અહીં


Google NewsGoogle News