કોંગ્રેસ દ્વારા ગુજરાતના જિલ્લા પ્રમુખોની પસંદગી માટે ઓબ્ઝર્વરની જાહેરાત, જુઓ યાદી
Congress Observers News: આગામી 2027માં યોજાનારી ચૂંટણીમાં ભાજપને માત આપવાનો કોંગ્રેસે પડકાર ફેંક્યો છે. તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશન બાદ જે ઠરાવો કરવામાં આવ્યા છે તેના પર અમલ લાગૂ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે કોંગ્રેસે આજે ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક કરી છે. 41 પ્રમુખો નક્કી કરવા માટે AICCના 50 અને PCCના 183 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ઓબ્ઝર્વરની નિમણૂક બાદ હવે આગામી 15મી એપ્રિલે મોડાસામાં પ્રથમ બેઠક મળશે. કોંગ્રેસ ઓબ્ઝર્વરની યાદી નીચે મુજબ છે.