BREAKING : કોંગ્રેસે ગુજરાતના ચાર લોકસભા અને પાંચ પેટાચૂંટણીના ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો રાજકોટથી કોણ લડશે
Lok Sabha Elections 2024 : લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. તો કોંગ્રેસે 20 બેઠકો ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારે હવે બાકીની ચારેય બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આમ ગુજરાતમાં ભાજપના 26, કોંગ્રેસ+આપના (24+2) 26 ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તો કોંગ્રેસે પાંચ બેઠકો પર પેટાચૂંટણીના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે.
કોંગ્રેસે બાકી રહેલા ચાર ઉમેદવારોની યાદી કરી જાહેર
રાજકોટમાં ભાજપના પરશોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. તો નવસારીમાં સી.આર.પાટીલની સામે નૈષદ દેસાઈને ટિકિટ આપી છે. જ્યારે અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલ અને મહેસાણામાં રામજી ઠાકોર મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસે ગુજરાતની પેટાચૂંટણીના ઉમેદવારો કર્યા જાહેર
- વીજાપુર - દિનેશ તુલસીદાસ પટેલ
- પોરબંદર - રાજુ ઓડેદરા
- માણાવદર - હરિભાઈ કંસાગરા
- ખંભાત - મહેન્દ્રસિંહ પરમાર
- વાઘોડિયા - કનુભાઈ ગોહિલ
કોંગ્રેસે કુલ 16 ઉમેદવારોની યાદી કરી જાહેર
કોંગ્રેસ હાઈકમાન્ડે આજે (13 એપ્રિલ) લોકસભાના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના ચાર લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીના પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે કોંગ્રેસે ચંડીગઢના એક, હિમાચલ પ્રદેશના બે અને ઓડિશાના નવ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર ભાજપના ઉમેદવાર કંગના રણૌત સામે કોંગ્રેસે વિક્રમાદિત્યને ટિકિટ આપી છે. તતેમના નામની ચર્ચા પહેલાથી હતી અને તેમની માતાએ અને પ્રદેશ અધ્યક્ષ પ્રતીભા સિંહે તેનું એલાન કરી દીધું હતું.