વડોદરાની ધીરજ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો લાભ લેતા જન્મજાત હૃદય રોગના બાળકો: 75 બાળકોની સર્જરી

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
વડોદરાની ધીરજ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો લાભ લેતા જન્મજાત હૃદય રોગના બાળકો: 75 બાળકોની સર્જરી 1 - image


વડોદરા, તા. 17 ઓક્ટોબર 2023 મંગળવાર

વડોદરા જિલ્લાની ધીરજ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ ના લાભ મેળવી જન્મથી જ હૃદયની બીમારી વાળા 75 બાળકો ની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી.

ધીરજ હોસ્પિટલ એ મધ્ય ગુજરાતની સૌથી મોટી ૧૫૦૦ થી વધારે પથારી ની સુવિધા વાળી મલ્ટિ સુપર સ્પેશિયાલિટી સેવાભાવી હોસ્પિટલ છે. હાલ મા ધીરજ હોસ્પિટલ વિનામૂલ્યએ દર્દીઓની સેવા કરી રહી છે.

ધીરજ હોસ્પિટલની કાર્ડિયોલોજી વિભાગની ટીમ જેમાં ડૉ. માનવેન્દ્ર (સી.ટી.વી.એસ સર્જન), ડૉ. ચિંતન ભટ્ટ (પેડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ), ડૉ. કલ્પેશ પાટીલ (કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ), ડૉ. સિનોશ મેથ્યુ (કાર્ડિયોલોજિસ્ટ) અને સહાયક ટીમ દ્વારા જન્મજાત હૃદયના રોગોથી પીડિત 75 બાળકોની સફળ સર્જરી કરવામાં આવી 75મી શસ્ત્રક્રિયા 9મી ઓક્ટોબર, 2023ના રોજ પૂર્ણ થઈ હતી. બાળકનું ઓપરેશન moderate VSD with aortic cusp prolapse resulting AR ઉકેલવા માટે કરવામાં આવ્યું હતું.

74મી સર્જરી શનિવાર 7મી ઑક્ટોબર, 2023ના રોજ કરવામાં આવી હતી. બાળકને mod to large VSD with FTT ની બિમારી હતી.

ધીરજ હોસ્પિટ દ્વારા 2.5 વર્ષના સમયગાળામાં જન્મજાત હૃદયના રોગોથી પીડાતા બાળકોમાં 75 ની ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી છે. સંસ્થા જન્મજાત હૃદયના રોગોથી પીડાતા નાના બાળકોને મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

જન્મજાત હૃદયના રોગો માટે કરવામાં આવતી તમામ પ્રકાર ની સર્જરી ASD, VSD ક્લોઝર, PDA, TOF રિપેર વગેરેનો આયુષ્માન ભારત હેઠળ વિનામૂલ્યે કરવામાં આવે છે.


Google NewsGoogle News