આ કેવો 'વિકાસ'? ગુજરાતમાં અહીં લોકો ચોમાસામાં તાડપત્રીના સહારે અંતિમવિધિ કરવા મજબૂર

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
Funeral in Valsad

Condition Of Tribal Areas People: છેવાડા સુધી વિકાસ પહોંચ્યો હોવાના બણગા ફૂંકતી ભાજપ સરકાર ત્રણ દાયકાથી સત્તા પર હોવાં છતાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં કહેવાતો વિકાસ પહોંચાડી શકી નથી. લોકો વરસાદી માહોલમાં ખુલ્લા આકાશ નીચે મૃતક સ્વજનોના અંતિમ સંસ્કાર કરવા મજબૂર થઇ રહ્યાં છે. બારપુડા ગામમાં તાડપત્રિના સહારે અંતિમવિધી કરવામાં આવી હતી. આઝાદીનાં 75 વર્ષ પછી પણ અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં લોકોની હાલત દયાજનક છે.

આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં મેઘ મહેર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની નવી આગાહી


ગુજરાતમાં ત્રણ દાયકાના શાસનમાં ભાજપ સરકારનાં છેવાડે સુધી પહોંચેલા કહેવાતાં વિકાસમાં વલસાડ જિલ્લાના છેવાડે આવેલા કપરાડા તાલુકામાં પણ પહોચ્યો નથી. તેનો પુરાવો ચોમાસાની શરૂઆત સાથે મળ્યો છે. કપરાડા તાલુકાના બારપુડા ગામમાં છત વાળી પાકી સ્મશાન ભૂમિ નહીં હોવાથી ચોમાસામાં વરસાદી માહોલમાં ખુલ્લા આકાશ નીચે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. 

ગામમાં આજ સુધી છત વાળી પાકી સ્મશાન ભૂમિ નથી. ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી અગ્નિદાહ આપવો શક્ય ન હોવાથી તાડપત્રીનો સહારો લેવો પડે છે. મહત્વપૂર્ણ છે કે કપરાડા ના અંતરિયાળ અનેક ગામોમાં છત વાળી પાકી સ્મશાન ભૂમિ નહીં હોવાથી લોકોએ ચોમાસાના માહોલમાં આવી હાલાકી ભોગવવી પડે છે.

આ કેવો 'વિકાસ'? ગુજરાતમાં અહીં લોકો ચોમાસામાં તાડપત્રીના સહારે અંતિમવિધિ કરવા મજબૂર 2 - image


Google NewsGoogle News