ચૂંટણી ફરજ માટે 36 હજાર કર્મીનું કોમ્પ્યુટર રેન્ડમાઇઝેશન કરાયુ
સુરત, નવસારી, બારડોલી લોકસભામાં બેઠકમાં
- ફરજ સ્થળનો હુકમ અપાયો : આગામી ૨૭ મી માર્ચ થી ૩૦ માર્ચ સુધી તમામ કર્મચારીઓની ફર્સ્ટ લેવલની તાલીમ
સુરત
લોકસભાની ચૂંટણીમાં મતદાન મથક પર ફરજ બજાવવાથી લઇને તમામ કામગીરી પર દેખરેખ રાખનારા પોલીગ ઓફિસર, માઇક્રો ઓબ્ઝર્વર, મહિલા પોલીગ સ્ટાફ સહિત તમામ કર્મચારીઓએ કઇ વિધાનસભામાં ફરજ બજાવવી તેનું કોમ્પ્યુટર રેન્ડમાઇઝેશન કરીને ૩૬ હજાર કર્મચારીઓના ફરજના હુકમો સાથે તાલીમ નક્કી થઇ છે.
આગામી સાતમી મે ના રોજ સુરત, નવસારી, બારડોલી લોકસભાની ચૂંટણીમાં ૪૭.૦૮ લાખ મતદારો ૪૫૩૦ મતદાન મથકો પર મતદાન કરશે. આ તમામ મતદાન મથકો પર પોલીગ સ્ટાફ ફરજ બજાવનાર છે.આ પોલીગ સ્ટાફમાં એક પ્રિસાઇન્ડીંગ ઓફિસર, એક પોલીગ-૧ અને બે પોલીગ સ્ટાફ મળીને ૧૫૦૦ મતદારો નું બુથ હશે ત્યાં ચાર સ્ટાફ રહેશે. જયારે ૮૦૦ મતદારો એક બુથ પર હશે તો ત્રણ પોલીગ સ્ટાફ ફરજ બજાવશે. આ માટે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથક પર ફરજ બજાવનારા ૨૦ હજારથી વધુ સ્ટાફ ત્યારબાદ સુપરવાઇઝર, માઇક્રો ઓબ્ઝર્વર, રૃટ સુપરવાઇઝર સહિત ૩૬ હજાર કર્મચારીઓ ફરજ બજાવશે. આ તમામ કર્મચારીઓનું ફસ્ટ કોમ્પ્યુટર રેન્ડમાઇઝેશન કરીને જે જે વિધાનસભામાં ફરજ બજાવવાના છે. તેના હુકમો કરી દેવાયા છે. આ હુકમો સાથે આગામી ૨૭ થી ૩૦ માર્ચ સુધીમાં તમામ કર્મચારીઓની તાલીમ પૂર્ણ કરી દેવાશે.